શું ખરેખર સુરતમાં બનેલી આગની ઘટનામાં બાળકોને બચાવનાર યુવકનું નામ છે શૌકત અલી....! જાણો શું છે સત્ય...
INDIA सोशल मीडिया નામના એક ફેસબુક પેજ દ્વારા 24 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, सूरत में लगी आग से कई मासूम जिंदगियों को बचाने वाला यह शख्स असली हीरो है . शौकत अली नाम के इस शख्स को पूरा देश. सलाम करता है. આ પોસ્ટને લગભગ 35000 જેટલા લોકોએ લાઈક કરી હતી. 755 લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 28000 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી.
Face book | Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને સુરતમાં સરથાણામાં લાગેલી આગની દુર્ઘટનાનો હીરો સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.
ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરિણામોમાં ક્યાંય પણ શૌકત અલી નામની માહિતી ન મળતાં અમે યુટ્યુબનો સહારો લીધો અને ત્યાં પણ અમે સુરતમાં સરથાણામાં લાગેલી આગની દુર્ઘટનાનો હીરો સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરના પરિણામોમાં પણ સુરતના સરથાણામાં બનેલી આગની દુર્ઘટનામાં કોઈ શૌકત અલી નામના યુવકે વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા હોય એવી માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. જો કે, ઉપરના પરિણામો પરથી અમને ગુજરાતી 24*7 ન્યુઝના એક સમાચારના વિડિયો પરથી જાણવા મળ્યું કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોમાં રહેલા યુવકનું નામ શૌકત અલી નહીં પરંતુ કેતન નારાયણભાઈ ચોરવાડિયા છે. જે સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામો બાદ પણ અમે અમારી તપાસ ચાલુ રાખી હતી. અમારી વધુ તપાસમાં અમને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પણ તેના ફેસબુક પેજ પર બાળકોનો જીવ બચાવનાર એટલે કે પોસ્ટમાં જે યુવક ફોટોમાં દેખાઈ રહ્યો છે તેની સાથેની વાતચીતનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં પણ એ યુવકનું નામ કેતન ચોરવાડિયા જ બતાવવામાં આવ્યું છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
પરિણામ:
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવેલા ફોટોમાં દેખાતા યુવકનું નામ શૌકત અલી નહીં પરંતુ કેતન ચોરવાડિયા છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર સુરતમાં બનેલી આગની ઘટનામાં બાળકોને બચાવનાર યુવકનું નામ છે શૌકત અલી....! જાણો શું છે સત્ય...
Fact Check By: Dhiraj VyasResult: False