શું ખરેખર એક જ દિવસમાં પથરી શરીર માંથી દૂર થઈ શકે…? જાણો શું છે સત્ય……..

False સામાજિક I Social

તારા વિના શ્યામ મને એકલડું લાગે ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શરીરમાંથી પથરીને દૂર કરવા માટે કરો આ ઉપાય, એક જ દિવસમાં પથરી નીકળી જશે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 139 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યું હતુ, તેમજ 189 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શરીરમાંથી પથરી એક જ દિવસમાં નીકળી જાય.

ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે આર્ટીકલમાં કઈ ઔષધીનો ઉપયોગ કરવાથી આ બિમારી દૂર કરી શકાય તે જાણવા પ્રયત્ન કર્યો હતો, આર્ટીકલમાં જણાવવામાં આવ્યુ છે કે, જાસુદના ફૂલના પાઉડરના સેવનથી પથરી નિકળી જાય છે. હવે ખરેખર આ વાતમાં કેટલી સત્યતા છે તે જાણવી જરૂરી જણાતા અમે સૌ પ્રથમ ગૂગલ પર જાસુદના ફૂલના ફાયદાઓ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેના કોઈ પરિણામ અમને પ્રાપ્ત થયા ન હતા, હા અન્ય વેબ પેજ દ્વારા પણ ઉપરોક્ત આર્ટીકલની જેમ જ આર્ટીકલ લખવામાં આવ્યો છે. પરંતુ કઈ પ્રકારે આ ફૂલ કાર્ય કરે છે, તે જણાવ્યુ ન હતુ. ત્યાર બાદ યુ ટ્યુબ પર કોઈ વ્યક્તિ દ્વારા મુકવામાં આવ્યુ હોય તો તેથી અમે યુ ટ્યુબ પર જાસુદના ફૂલના ફાયદાઓ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.  

ARCHIVE

ઉપરોકત પરિણામોમાં પણ અમને ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેના પરિણામ પ્રાપ્ત થયા ન હતા, તેથી અમે અમારી પડતાલને આગળ વધારી અને આ અંગે આયુર્વેદમાં ક્યાંય ઉપ્ચાર દર્શાવવામાં આવ્યો છે કે કેમ તે જાણવા અમે આયુર્વેદ નિષ્ણાંત ગિરિશ કટેરિયા સાથે આ અંગે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, જાસુદના ફૂલથી કોઈ ઉપ્ચારની વાત આયુર્વેદ શાસ્ત્રોમાં લખવામાં નથી આવી, તેમજ તેના પાઉડરની કે કોઈ વાત આયુર્વેદમાં લખવામાં નથી આવી, તેમજ આયુર્વેદમાં પણ આ પ્રકારના ઉપ્ચારનું હજુ સુધી સાંભળવામાં નથી આવ્યું.

ત્યાર બાદ એલોપેથીમાં પણ આ અંગે કોઈ ઉપ્ચારની શોધ કરવામાં આવી છે કે કેમ, તે અંગે તપાસ કરવી જરૂરી જણાતા અમે ગોલ્ડ મેડાલિસ્ટ એમડી ડોક્ટર કૃણાલ સોલંકી જોડે આ અંગે વાત કરી હતી, તેણે અમને જણાવ્યુ હતુ કે, જાસુદના ફૂલથી કોઈ ઉપ્ચાર એલોપેથીમાં નથી થતો, તેમજ આ પ્રકારે કોઈ ઉપ્ચાર શક્ય નથી, એલોપેથીમાં કાં તો પેનકિલર ખાઈને અથવા તો ઓપરેશન કરીને પથરીનો ઈલાજ કરવામાં આવે છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પથરીનો આ પ્રકારનો ઉપ્ચાર કરવામાં આવતો હોવાનું અમને ક્યાંય પણ જાણવા મળ્યુ ન હતુ, તેમજ આ પ્રકારના કોઈ ઉપ્ચારનું આયુર્વેદ શાસ્ત્રોમાં પણ જણાવવામાં નથી આવ્યું.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, પથરીનો ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે  ઉપ્ચાર કરવામાં આવતો હોવાનું અમને ક્યાંય પણ જાણવા મળ્યુ ન હતુ, તેમજ આ પ્રકારના કોઈ ઉપ્ચારનું આયુર્વેદ શાસ્ત્રોમાં પણ જણાવવામાં નથી આવ્યું.

Avatar

Title:શું ખરેખર એક જ દિવસમાં પથરી શરીર માંથી દૂર થઈ શકે…? જાણો શું છે સત્ય……..

Fact Check By: Frany Karia 

Result: False