શું ખરેખર બે અઠવાડિયામાં ડાયાબિટીસને જડથી ખત્મ કરી શકાય છે…..? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

Just Gujju Things * મોજે મોજ રોજે રોજ નામના પેજ દ્વારા 3 મે 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, બે અઠવાડિયામાં ડાયાબિટીસને જડથી ખત્મ કરે છે આ નુસખો શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 275 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ જો આ પ્રકારે ડાયાબિટીસનો રોગ નાબુદ થઈ શકતો હોય તો ગુજરાતી વેબસાઈટ સિવાય અન્ય વેબસાઈટ દ્વારા આ અંગે પોતાના મંતવ્ય આપવામાં આવ્યા જ હોય. તેથી અમે સૌપ્રથમ ગૂગલ પર क्या डायाबीटीस का रोग दो हफ्ते में मिट शकता है ?” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની વિગતો પ્રાપ્ત થઈ ન હતી. કદાચ કોઈ વ્યક્તિ દ્વારા જો આ પ્રકારે શક્ય હોય તો યુટ્યુબ પર વિડિયો પણ મુકવામાં આવ્યો હોય તેથી અમે યુટ્યુબ પર क्या डायाबीटीस का रोग दो हफ्ते में मिट शकता है ?” સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

YOU TUBE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને NEXA NEWSદ્વારા શેર કરવામાં આવેલો 2.20નો વિડિયો પ્રાપ્ત થયો હતો. “1 हफ्तेमेंडायबिटीज़कोजड़सेखत्मकरेगीये1 सब्जीकासेवन/ Eat Spring Onions To Cure Diabetes” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલો આ વિડિયો અમે ધ્યાનથી સાંભળ્યો પરંતુ જે પ્રકારે હેડિંગ લખવામાં આવ્યું છે. તે પ્રકારે વિડિયોમાં અંદર ક્યાંય પણ તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આપ તે વિડિયો નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે આયુર્વેદના નિષ્ણાંત સાથે વાત કરવાનું નક્કી કર્યુ હતુ અને જામનગરની આયુર્વેદ હોસ્પિટલમાં અભ્યાસ કરી ડોક્ટર બનેલા ગિરિશ કટેશિયા જોડે વાત કરતા તેમને અમને જણાવ્યુ હતુ કે, આ વાત સાવ ખોટી છે. હજુ સુધી એવી કોઈપણ દવા કે ઉપ્ચાર નથી શોધવામાં આવ્યો કે ડાયાબિટીસના રોગને બે અઠવાડિયામાં જળમુળ માંથી કાઢી નાખે. તેમ જે વાત કરી રહ્યા છો તે સાવ ખોટી વાત છે.

2019-06-03.png

ત્યારબાદ અમે એમડી ડોક્ટર જોડે વાત કરી જાણવા પ્રયત્ન કર્યો કે ખરેખર બે અઠવાડિયામાં ડાયાબિટીસના રોગને નાબુદ કરી શકાય છે. તેથી અમે ગોલ્ડ મેડાલીસ્ટ ડો.કૃણાલ સોલંકી જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વાત 100 ટકા ખોટી છે. મેડિકલમાં આ પ્રકારનો ઈલાજ ક્યારેય પણ શોધાયો નથી અને ડાયાબિટિસના રોગ માટે તમે જે વાત કરો છો તે શક્ય જ નથી.

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ક્યાંય પણ સાબિત થતો નથી. કારણ કે, હજુ સુધી ડાયાબિટિસને બે અઠવાડિયા નાબુદ કરી શકે તેવી દવા, ઔષધી, કે કોઈ ઉપચાર શોધાયો જ નથી.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, હજુ સુધી ડાયાબિટિસને એક અઠવાડિયા નાબુદ કરી શકે તેવી દવા, ઔષધી, કે કોઈ ઉપચાર શોધાયો જ નથી.

Avatar

Title:શું ખરેખર બે અઠવાડિયામાં ડાયાબિટીસને જડથી ખત્મ કરી શકાય છે…..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False