
Er Chirag Rupavatiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 ફેબ્રુઆરી, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થયો હતો તેનો CCTV નો વીડિયો. આ પોસ્ટને લગભગ 85 જેટલા લોકોએ લાઈક કરી હતી. એક વ્યક્તિએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમજ 276 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.
Face book | Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે યાન્ડેક્ષ બ્રાઉઝરનો સહારો લીધો અને વીડિયોમાંથી એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરના પરિણામોમાં પરથી અમને એ જાણવા મળ્યું કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલો વીડિયો એ પુલવામા હુમલાનો નહીં પરંતુ સિરીયાનો છે. સિરીયા-તુર્કી બોર્ડર પર અલ-રાય શહેરના બહારના વિસ્તારમાં 12 ફેબ્રુઆરી, 2019 ના રોજ એક કારમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો તેનો છે. જેમાં જાણીતી ન્યૂઝ એજન્સી રોયટર્સના એક સમાચાર અનુસાર 3 પોલીસકર્મી અને 4 નાગરિક ઘાયલ થયા હતા. સ્કાય ન્યૂઝ અરબ સહિત ઘણા બધા મીડિયા દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
Reuters | Sky News | MSN | Military |
Archive | Archive | Archive | Archive |
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને એક RT નામના ટ્વિટર હેન્ડલ પર પણ 12 ફેબ્રુઆરી, 2019 ના રોજ આ વીડિયો મૂકવામાં આવ્યો હતો તે માહિતી પ્રાપ્ત થઈ જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ:
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલો વીડિયો પુલવામાનો નહીં પરંતુ સિરીયાનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title: શું ખરેખર આ સીસીટીવી ફુટેજ પુલવામા હુમલાના છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
