શું ખરેખર પરેશ ધાનાણીએ સિટિ બસના ડ્રાઈવરની નોકરી જોઈન કરી….? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

રાધે કૃષ્ણ નામના ફેસબુર પેજ દ્વારા 4 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી મા કરારી હાર બાદ અમરેલી સિટી બસ મા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિરોધ પક્ષ નાં નેતા પરેશ ભાઈ ધાનાણી “   શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 247 લોકો દ્વારા પોતાના પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 92 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લોકસભાની ચૂંટણીમાં હારી જતા પરેશ ધાનાણી અમરેલી સિટી બસના ડ્રાઈવરની ફરજ પર લાગી ગયા.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પરબસ ચલાવતા પરેશ ધાનાણી”  લખતા અમને નીચે મુજબના પરિણામ મળ્યા હતા.

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામમાં અમને મેરાન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો, તેમાં પણ ઉપરોક્ત વિડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં પણ તેઓએ લખ્યુ હતુ કે, આ વિડિયો ક્યારનો છે તેની પૃષ્ટી થતી નથી, સમગ્ર અહેવાલ તમે નીચે જોઈ શકો છો .

MERA NEWS.png

ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને આગળ વધારતા અમે  યુ ટ્યુબ પર બસ ચલાવતા પરેશ ધાનાણી લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

YOU TUBE SEARCH 1.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને કોઈ મિડિયા હાઉસ દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ ન હતુ. તેથી અમે અમારી પડતાલ આગળ વધારી હતી અને પરેશ ધાનાણી જોડે આ અંગે વાત કરી હતી  તેણે અમને જણાવ્યુ હતુ કે, અમરેલી નગરપાલિકા દ્વારા જ્યારે સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી, ત્યારનો આ વિડિયો છે. વર્ષ 2018નો આ વિડિયો છે, તમે જે વાત કરી રહ્યા છો તે વાત સાવ ખોટી છે. સોશિયલ મિડિયા પર ખોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.

2019-06-04.png

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ક્યાંય સાબિત થતો નથી. કારણ કે, જો આ પ્રકારે કોઈ વિપક્ષના નેતા બસ ડ્રાઈવર તરીકેની ફરજમાં જોડાઈ તો તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવે, અને ચૂંટણી હાર્યા બાદ આ પ્રકારની ફરજમાં જોડાયા હોવાની વાત સાવ ખોટી સાબિત થાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ 2018નો હોવાનુ ખૂદ પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ.

Avatar

Title:શું ખરેખર પરેશ ધાનાણીએ સિટિ બસના ડ્રાઈવરની નોકરી જોઈન કરી….? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •