
ફેસબુકમાં Dimpal Namdar Dala નામના યુસર દ્વારા ગત તારીખ 8 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં “भाईयो बड़ी मुश्किल से मिला है ये आज कमरे की सफाई करते हुए |” કરીને બે ન્યુઝ પેપરના કટિંગ મૂકવામાં આવ્યા હતા, જેમાં “हिन्दूओ का भरोसा जितने के लिए मुस्लिमो किशानो को मरवाना जरूरी था : नरेन्द्र मोदी” નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જયારે “कभी नही बनेगा राम मंदिर : अमित शाह” શીર્ષકવાળા બીજા ન્યૂઝપેપર કટિંગમાં આ પ્રકારનું નિવેદન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ પર 30 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. 17 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા તેમજ 284 લોકો દ્વારા આ પોસ્ટને શેર પણ કરવામાં આવી હતી.
સંશોધન
ઉપરોક્ત પોસ્ટની પડતાલ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, આ પોસ્ટમાં આ સમાચાર કયારે છાપવામાં આવ્યા છે. તે દર્શાવવામાં આવ્યું નથી તેમજ આ સમાચારપત્રમાં માત્ર હેડલાઇન જ વાંચી શકાય છે, અન્ય અક્ષરને બ્લર કરવામાં આવ્યા છે, તેમજ આ સમાચારપત્રમાં લિંક પણ પૂરી પાડવામાં નથી આવી…ત્યાર બાદ શું ખરેખર અમિત શાહ અને નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે કે કેમ, તે અંગે ઈન્ટરનેટ પર તપાસ કરતા અમને કોઈ પરિણામ મળ્યું ન હતુ. આ પોસ્ટમાં જે પ્રકારે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના નિવેદન સાથે જે દાવો કરવામાં આવ્યો છે, જો આ પ્રકારે નિવેદન કરાયું હોત તો ખૂબ જ મોટા સમાચાર બન્યા હોત..પરંતુ અમને એક પણ ન્યૂઝ વેબસાઈટ, સમાચાર પત્રમાં, ન્યૂઝ ચેનલમાં આ પ્રકારનું નિવેદન જોવા મળ્યું ન હતુ.
ત્યાર બાદ અમે આ પોસ્ટને “યાન્ડેક્ષ રિવર્સ ઈમેજ” દ્વારા સર્ચ કરતા ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. તેમાં અમને અંકુર સિંહનુ એક ટ્વીટ મળ્યું હતું, 28 ઓગસ્ટ 2018ના કરવામાં આવેલા આ ટ્વીટમાં ઉપોરક્ત પોસ્ટને ફેક ન્યૂઝ ગણાવામાં આવ્યા હતા અને મુલાયમ સિંહને લઈ સાચા સમાચાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, આ સમાચાર અમર ઉજાલા નામની વેબસાઈટ પર જોવા મળ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મુલાયમ સિંહે કહ્યું છે કે, મુસલમાનોનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે હિંદુઓને કાઢી મૂકવા જોઈએ, આ સમાચાર 7 ફેબ્રુઆરી 2014માં ‘गोली नहीं चलवाता तो मुसलिमों का भरोसा टूट जाता’
શીર્ષક સાથે પ્રકાશિત કરવામાં આવ્યા હતા,
સમગ્ર સમાચાર વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
ઓનલાઈન સમાચારમાં હેડલાઈન અલગ છે, મુલાયમ સિંહ દ્વારા કેરલમાં એક બેઠકમાં આ નિવેદન આપવામાં આવ્યું હતુ.

અમે કરેલા સંશોધનમાં એક વાત તો સ્પષ્ટ છે કે, અમર ઉજાલાના સમાચારમાં ફોટોશોપના માધ્યમથી છેડછાડ કરવામાં આવી છે, અને બાદમાં તેને ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવી છે, આ સિવાય પણ આ પોસ્ટમાં વ્યાકરણની ભૂલ છે. મુસલમાનો અને કિસાનોના અક્ષર વચ્ચે (-) નથી કરવામાં આવ્યો…
ત્યાર બાદ હવે અમિત શાહની પોસ્ટ અંગે અમે સત્યતા તપાસવા પડતાલ કાર્યવાહી શરૂ કરી, જેમાં અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધ કરતા અમને રિપબ્લીક ટીવીનુ એક ટ્વીટ જે અનિલકુમાર શુક્લા નામના વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં આ સમાચાર અખિલેશ યાદવના હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
બાદમાં આ સમાચારને દૈનિક જાગરણની વેબસાઈટ પર શોધતા અમને “84 कोसी परिक्रमा पर गरमायी सियासत ” શીર્ષક સાથે 23 ઓગસ્ટ 2013ના આ સમાચાર જોવા મળ્યા હતા..

સમગ્ર સમાચાર વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો
અ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની 84 કોસી પરિક્રમા પર ચાલી રહેલી ડિબેટના સમાચાર છે, અખિલેશ યાદવે એ નથી કહ્યું કે મંદિર નહિં બનવા દઈએ, સ્ટોરીના સમાચાર સાચા ભલે હોય પરંતુ શીર્ષકને ફોટોશોપના માધ્યમથી બદલી નાખવામાં આવ્યુ છે.

બાદમાં જાગરાણ સમાચાર અને અમિત શાહના સમાચારની સરખાણી કરવામાં આવી તો એ સ્પષ્ટ જોઈ હતું કે અમિત શાહના સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે, ફોટોશોપના માધ્યમથી આ બનાવવામાં આવ્યું હતું.
પરિણામ
અમર ઉજાલા અને જાગરણના સમાચારપત્રોમાં જે સમાચાર નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામથી છાપવામાં આવ્યા હતા તે સંપૂર્ણ રીતે ખોટા હતા, તેમા માત્ર હેડલાઈન વંચાય તે રીતે રાખી બાકીના આર્ટીકલને બ્લર કરવામાં આવ્યો હતો, અમારી પડતાલમાં આ પોસ્ટ ખોટી સાબિત થાય છે..

Title: શું ખરેખર નરેન્દ્ર મોદીએ હિન્દુઓના વિશ્વાસ જીતવા મુસ્લિમોને મારી નાખ્યા હતા ?
Fact Check By: Frany KariaResult: False
