શું ખરેખર નરેન્દ્ર મોદીએ દેશના 5 એરપોર્ટ અદાણીને વેચી દીધા? જાણો શું છે સત્ય…

રાજકીય I Political

તાજેતરમાં ફેસબુક પર ખેડૂ  નામના એક ફેસબુક યુઝર દ્વારા 7 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, દેશ નહીં બીકને દુંગા” કહેતા પ્રધાનમંત્રીએ 5 હવાઈ અડ્ડા અદાણીને વેચી માર્યા. આ પોસ્ટને લગભગ 340 જેટલા લોકોએ લાઈક કરી હતી. 60 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 269 જેટલા લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી.

Facebook | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લીધો. જેમાં “દેશ નહીં બીકને દુંગા” કહેતા પ્રધાનમંત્રીએ 5 હવાઈ અડ્ડા અદાણીને વેચી માર્યા. સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા.

ત્યાર બાદ અદાણી 5 એરપોર્ટ સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામ પ્રાપ્ત થયા હતા.

GoogleGoogle
ArchiveArchive

ત્યાર બાદ અમે આ પોસ્ટની વધુ તપાસ માટે યુટ્યૂબનો સહારો લીધો અને તેમાં સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા. જેમાં આ સમાચાર ને અનરૂપ ઘણા પરિણામો મળતા આવતા હતા.

Youtube | Archive

આ પછી પણ અમે અમારી તપાસ આગળ ચાલુ રાખી તો અમને ઘણી બધી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર આ સ્ટોરી પ્રસારિત થઈ હોવાનું માલૂમ પડ્યું. પરંતુ એ સમાચારોમાં એવું ક્યાંય દર્શાવવામાં નથી આવ્યું કે નરેન્દ્ર મોદીએ દેશના 5 એરપોર્ટ અદાણીને વેચી માર્યા. પરંતુ એવું દર્શાવવામાં આવ્યું હતું કે, દેશના 6 એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. હાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશના 5 એરપોર્ટની જવાબદારી અને અપગ્રેડેશ માટેની જવાબદારી અદાણી ગ્રુપને આપવામાં આવી છે.દેશના જે 5 એરપોર્ટની જવાબદારી અદાણીને સોંપવામાં આવી છે, તેમાં અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ, લખનઉનો સમાવેશ થાય છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, અદાણી ગ્રુપ 50 વર્ષ આ 5 એરપોર્ટનું સંચાલન કરશે. જેથી એવું કહી શકાય કે, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા બીડિંગ કરીને દેશના 5 એરપોર્ટના સંચાલનની જવાબદારી આગામી 50 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અદાણી ગ્રુપને સોંપવીમાં આવી છે. પરિણામે 5 એરપોર્ટ અદાણીને વેચી મારવાની માહિતી તદ્દન ખોટી સાબિત થાય છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશના 5 એરપોર્ટની જવાબદારી બીડિંગ કરીને કોન્ટ્રાકટ પદ્ધતિથી 50 વર્ષ સુધી અદાણીને સોંપી છે એ અંગેની તમામ માહિતી આપતા સમાચાર નીચે દર્શાવવામાં આવેલી લિંક પર જોઈ શકાઈ છે.

Khabarchhe.comdivyabhaskardaily huntGSTVSANDESH
ArchiveARCHIVEARCHIVE ARCHIVE
ARCHIVE

આ ઉપરાંત આગળની તપાસમાં અમને એ પણ જાણવા મળ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કોર્પોરેટ અને કોમ્યુનિકેશન વિભાગ દ્વારા 25 ફેબ્રુઆરી, 2019 ના રોજ 5 એરપોર્ટની કામગીરી, સંચાલન અને વિકાસ માટે જે કંપનીઓ દ્વારા બિડીંગ કરવામાં આવ્યું હતું તેમની બિડીંગ કિંમત સાથેની યાદીની પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી હતી. તો એમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, સૌથી વધુ કિંમતે બિડીંગ કરવાની યાદીમાં અદાણી મોખરે છે. આ માહિતી તમે નીચે આપેલી લિંક પર જોઈ શકો છો.

Operation-Management-and-Development-of-six-AAI-Airports-under-Public-Private-Partnership-PPP

પરિણામ:

આમ, અમારી પડતાલમાં મોદી દ્વારા અદાણીને પાંચ એરપોર્ટ વેચી માર્યાની વાત ખોટી સાબિત થાય છે, અદાણી કંપનીને એરપોર્ટ ઓથોરિટી દ્વારા માત્ર પાંચ એરપોર્ટના સંચાલનની જવાબદારી સોપવામાં આવી છે, અદાણીને પાંચ એરપોર્ટ વેચી દીધાની વાત તદ્દન ખોટી અને પાયાવિહોણી સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીએ દેશના 5 એરપોર્ટ અદાણીને વેચી દીધા? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False