શું ખરેખર 1963માં ‘ધ ઓમિક્રોન વેરિએન્ટ’ નામની ફિલ્મ આવી હતી..? જાણો શું છે સત્ય..

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

કોરોના વાયરસના નવા ઓમાઈક્રોન વેરિઅન્ટને લઈને વિશ્વભરમાં સંકટ ઘેરું થઈ રહ્યું છે. તેના વિશે વિવિધ દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હવે એક ફિલ્મનું પોસ્ટર પણ શેર કરવામાં આવી રહ્યું છે. આ પોસ્ટર શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધ ઓમિક્રોન વેરિએન્ટ નામની આ ફિલ્મ 1963માં રિલીઝ થઈ હોવાનું કહેવાય છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કલાકાર દ્વારા બનાવવામાં આવેલા કાલ્પનિક મૂવી પોસ્ટરને વાસ્તવિક માનવામાં આવી રહ્યુ છે અને લોકો સૂચવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઓમિક્રોન વેરિઅન્ટ વિશેની મૂવી 1963માં રિલીઝ થઈ હતી. પરંતુ, આ સાચું નથી. બેકી ચિતલે ફોટોશોપ દ્વારા આ પોસ્ટર બનાવ્યું છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

અમિતકુમાર એમ સોની નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ધ ઓમિક્રોન વેરિએન્ટ નામની આ ફિલ્મ 1963માં રિલીઝ થઈ હોવાનું કહેવાય છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો કે, 1963 માં આવા નામની ફિલ્મ ખરેખર રજૂ કરવામાં આવી હતી કે કેમ. પરંતુ આ નામની કોઈ ફિલ્મ મળી નથી.

પોસ્ટરમાં દિગ્દર્શક તરીકે સોલ બાસ દર્શાવવામાં આવ્યા છે. તેની ફિલ્મોગ્રાફીની શોધમાં આવી કોઈ ફિલ્મ મળી ન હતી.

સોલ બાસ વિશ્વ વિખ્યાત ફિલ્મ પોસ્ટર ડિઝાઇનર અને ટાઇટલ ડિઝાઇનર છે. તેમણે સાયકો, વર્ટિગો જેવા મૂવી પોસ્ટર્સ ડિઝાઇન કર્યા હતા.

તેમણે તેમના જીવનમાં માત્ર એક જ પૂર્ણ લંબાઈની ફિલ્મનું નિર્દેશન કર્યું છે. તેમણે “ફેઝ-4” કહેવામાં આવે છે અને તે 1974 માં રિલીઝ થયુ હતું.

નોંધનીય છે કે ફિલ્મ ‘ફેઝ-4’માં નિગેલ ડેવનપોર્ટ, માઈકલ મર્ફી અને લિન ફ્રેડરિક સ્ટાર છે. અને આ ફિલ્મની ટેગલાઈન પણ છે The Day The Earth Was Turned Into A Cemetery! બસ આ જ.

વાયરલ પોસ્ટરમાં કલાકારોના નામ નિગેલ ડેવનપોર્ટ, માઈકલ મર્ફી, લિન ફ્રેડરિક છે અને ટેગલાઈન એક જ છે.

આ થ્રેડ શોધ્યા પછી, અમને ફિલ્મ ‘ફેઝ-4’નું સ્પેનિશ પોસ્ટર મળ્યું. તે વાયરલ પોસ્ટર જેવું જ છે. તેનું સ્પેનિશ નામ Sucesos en la IV Fase છે. 

તો ધ ઓમિક્રોન વેરિએન્ટ નામનું આ પોસ્ટર કોણે બનાવ્યું?

આ પોસ્ટર બેકી ચિતલ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેણે ફેઝ-4 નામના ફિલ્મના પોસ્ટરને એડિટ કરીને પોસ્ટર ડિઝાઇન કર્યું હતું.

તેણે પોતે ટ્વિટ કરીને આ મોડિફાઇડ પોસ્ટર શેર કર્યું છે. એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે તેણે ફોટોશોપ દ્વારા 70ના દાયકાની વિવિધ સાય-ફાઇ મૂવીઝના પોસ્ટરોને સંપાદિત કર્યા અને ધ ઓમિક્રોન વેરિઅન્ટ નામનું પોસ્ટર બનાવ્યું.

ટ્વિટર

તેમણે બનાવેલું પોસ્ટર ખોટા દાવાઓ સાથે વાયરલ થયા પછી તેમણે પોસ્ટર પણ જાહેર કર્યું.

“મને જાણવા મળ્યું છે કે મેં બનાવેલું પોસ્ટર સ્પેનિશમાં ખોટી માહિતી સાથે ફેલાઈ રહ્યું છે,” તેમણે લખ્યું. મારા પોસ્ટરનો ઉપયોગ પુરાવા તરીકે કરવામાં આવી રહ્યો છે કે કોવિડ-19 માત્ર એક છેતરપિંડી છે. મહેરબાની કરીને આવી અફવાઓ પર કોઈએ વિશ્વાસ ન કરવો જોઈએ. મેં આ પોસ્ટર બનાવ્યું છે કારણ કે ઓમિક્રોન વેરિઅન્ટ નામ સિત્તેરના દાયકાની સાયન્સ-ફાઇ મૂવીઝના શીર્ષક જેવું લાગે છે. કોઈએ તેનો દુરૂપયોગ ન કરવો જોઈએ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કલાકાર દ્વારા બનાવવામાં આવેલા કાલ્પનિક મૂવી પોસ્ટરને વાસ્તવિક માનવામાં આવી રહ્યુ છે અને લોકો સૂચવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઓમિક્રોન વેરિઅન્ટ વિશેની મૂવી 1963માં રિલીઝ થઈ હતી. પરંતુ, આ સાચું નથી. બેકી ચિતલે ફોટોશોપ દ્વારા આ પોસ્ટર બનાવ્યું છે.

Avatar

Title:શું ખરેખર 1963માં ‘ધ ઓમિક્રોન વેરિએન્ટ’ નામની ફિલ્મ આવી હતી..?

Fact Check By: Yogesh Karia 

Result: False