શું ખરેખર તામિલનાડુના દરિયાકિનારે મોદીએ કચરો ઉપાડ્યો તે માટે અગાઉથી આયોજન કરાયુ હતુ….? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પહેલા કચરો ફેલાવા નો, પછી સિક્યોરિટી ચેકીંગ.એરીયો કોડ્ન કરે,અને પછી કેમેરા ગોઠવાઈ એટલે ફોટો પડાવવા ઉઘાડા પગે દોડે પાંચ – છ વસ્તુ ઉપાડવા એટલું નાટક થાય…એના કરતા અર્થ વ્યવસ્થા ની ગાડી પાટે ચડાવી દે રોજગાર આપવા માંડે અને મોંઘવારી ઘટાડે તો નાટક ની જરૂર જ ના પડે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 123 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોદીએ તામિલનાડુના બીચ પર જે સફાઈ કરી તે અગાઉથી આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેના માટે સિક્યુરિટી ચેકિંગ પણ કરવામાં આવ્યુ હતુ.”

FACEBOOK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પહેલા ફોટોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો 11 એપ્રિલ 2019નો છે. પ્રધાનમંત્રીના કોઝીકોડે ગામના કાર્યક્રમની ભાજપા દ્વારા તૈયારી કરવામાં આવી હતી. ત્યારની આ ફોટો છે. ધ હિન્દુ દ્વારા પ્રસારિત એક અહેવાલમાં આ ફોટો પ્રસારિત કરવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

THE HINDU | ARCHIVE

ત્યારબાદ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી અન્ય એક ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Tayscreen નામની એક વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આ ફોટો અમને જોવા મળ્યો હતો. Tayscreen એક ઓસ્ટ્રેલિયાની કંપની છે. જે મિડિયાના વિકાસ અને ફિલ્મ, ટીવી અને પોસ્ટ પ્રોડક્શન અને એનીમેશનના વિકાસને આગળ વધારવાનું કામ કરે છે.

બાદમાં અમે વેબસાઈટની મુલાકાત લેતા “Opportunities”  નામની એક ટેબ અમને પ્રાપ્ત થઈ હતી. જેમાં તારીખ 11 એપ્રિલ 2012નો એક પ્રોજેક્ટ હતો જેનું નામ હતુ “Crewing on Projects” જેમાં પોસ્ટમાં જે ફોટ શેર કરવામાં આવી હતી તે ફોટો જોવા મળી હતી. જે તમે નીચે જોઈ શકો છો.  

TAYSCREEN | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને હાલમાં વડાપ્રધાન મોદી દ્વારા તામિલનાડુમાં જે બીચની સફાઈ કરવામાં આવી તેની સાથે કોઈ લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે જ આ પોસ્ટ શેર કરવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને હાલમાં વડાપ્રધાન મોદી દ્વારા તામિલનાડુમાં જે બીચની સફાઈ કરવામાં આવી તેની સાથે કોઈ લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે જ આ પોસ્ટ શેર કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર તામિલનાડુના દરિયાકિનારે મોદીએ કચરો ઉપાડ્યો તે માટે અગાઉથી આયોજન કરાયુ હતુ….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •