
Patidar Anamat Andolan Fast News નામના એક ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, પીએમ મોદીની મમતા બેનર્જીને ખુલ્લી ધમકી, કહ્યું, તમારી રાજકીય જમીન સરકી જશે. જ્યારે પોસ્ટના શીર્ષકમાં પણ આ જ લખાણ લખવામાં આવ્યું છે. Aapnikhabar.com દ્વારા આ આર્ટિકલ તેમની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે. આ આર્ટિકલને 7 લોકો દ્વારા લાઈક કરવામાં આવ્યો છે તેમજ 29 લોકો દ્વારા શેર પણ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લીધો અને મોદીએ મમતા બેનર્જીને આપી ધમકી સર્ચ કરતા અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરોક્ત પરિણામોમાં અમને કોઈ ઠોસ પરિણામ ન મળતાં અમે યુટ્યુબનો સહારો લીધો અને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના યુટ્યુબ પર મોદીએ પશ્ચિમ બંગાળના શ્રીરામપુર ખાતે 29 એપ્રિલ 2019 ના રોજ એક જનસભાને સંબોધી હતી એ વીડિયો પ્રાપ્ત થયો. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
ઉપરના વીડિયોને અમે ધ્યાનથી સાંભળ્યો તો અમને ખબર પડી કે, મોદીએ મમતા બેનર્જીને એવું કહ્યું હતું કે, દીદી તમારી આ જમીન સરકી ચૂકી છે અને દીદી જોઈ લેજો 23 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે ચારેબાજુ કમળ ખીલી ઉઠશે. અને તમારા ધારાસભ્યો પણ તમને છોડીને જતા રહેશે. જે તમે ઉપરના વીડિયોમાં 19.23 મિનિટથી 19.48 મિનિટ સુધી જોઈ શકો છો.
પરિણામ:
આમ, અમારા તમામ સંશોધન બાદ અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પીએમ મોદીની મમતા બેનર્જીને ખુલ્લી ધમકી, કહ્યું, તમારી રાજકીય જમીન સરકી જશે એ દાવો ખોટો સાબિત થાય છે. મોદીએ ધમકી નથી આપી પરંતુ ભાષણમાં એવું કહ્યું છે કે, દીદી તમારી આ જમીન સરકી ચૂકી છે અને દીદી જોઈ લેજો 23 તારીખે જ્યારે જ્યારે પરિણામ આવશે ત્યારે ચારેબાજુ કમળ ખીલી ઉઠશે. અને તમારા ધારાસભ્યો પણ તમને છોડીને જતા રહેશે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીએ મમતાને આપી ધમકી…! જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False Headline
