
કનુ દરબાર નામના ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “जालोर ने रच दिया इतिहास, 6 लाख के भारी जनसैलाब ने बयां कर दिया कि रतन जी की जीत पक्की है..” શિર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 682 લોકો દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, 31 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, 53 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પોસ્ટ અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઉપરોક્ત તસ્વીરો રાહુલ ગાંધીની રાજસ્થાનના જાલોર સભાની છે, તેથી સૌપ્રથમ અમે રાહુલ ગાંધીના ઓફિશિયલ ટ્વિટર, ફેસબુક, પેજ પર આ અંગે પડતાલ કરી હતી દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા 25 એપ્રિલના રોજ જાલોરમાં સભા તો કરવામાં આવી હતી, પરંતુ પોસ્ટમાં જે તસ્વીરો મૂકવામાં આવી છે, તે અમને ક્યાંય પ્રાપ્ત થઈ ન હતી,
બાદમાં અમે ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી તસ્વીરો વિશે સંશોધન કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યું હતું કે, ઉપરોક્ત ફોટો 10 નવેમ્બર 2013ની છે, હરિયાણાના સોનીપતમાં ભૂપેન્દ્રસિંહ હૂડ્ડા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્રસિંહ તે સમયે હરિયાણાના મુખ્યમંત્રી હતા અને તેમણે હરિયાણામાં શક્તિ રેલીનું આયોજન કર્યું હતું. આ બંન્ને ફોટો સાથે ગેટી ઈમેજ પર ભૂપેન્દ્રસિંહની અન્ય રેલીની તસ્વીર અમને જોવા મળી હતી.
ત્યાર બાગ અમને એક ફોટો pressreader ની વેબસાઈટ પર પણ મળી હતી, જે સોનપતના ગોહાન રેલી ની છે.

જો કે, આ સિવાય dailymail દ્વારા પણ જનસભાના એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેમા પણ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે,

‘मुख्यमंत्री भूपेंद्र सिंह हुड्डा २०१९’ નામના ફેસબુક યુઝર દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ પણ અમને મળી હતી, જેને શક્તિ સભાના ફોટો સાથે સરખાવવામાં આવી હતી.
આ ફોટો ગયા વર્ષે રાજસ્થાન વિઘાન સભાની ચૂંટણી વખતે પણ વાયરલ થઈ હતી. તે સમયે Boomlive દ્વારા તેનું સત્ય તપાસવામાં આવ્યું હતું.
ત્યારબાદ એ જાણવું પણ જરૂરી હતું કે, ઉપરોક્ત બંન્ને ફોટો સાથે રાહુલ ગાંધી અને અશોક ગેહોલતની જે ફોટો શેર કરવામાં આવી છે, તે કયારની છે. જે અંગે સંશોધન કરતા અમને અશોક ગેહોલત દ્વારા 25 એપ્રિલના રોજ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટમાંથી એક પોસ્ટ શેર કરવામાં આવેલી હતી. જેમાં અમને ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી તસ્વીર પ્રાપ્ત થઈ હતી.
Sharing some glimpses from #RahulGandhi ji’s massive public meetings in Jalore, Ajmer and Kota today… #Rajasthan pic.twitter.com/lIu4wSDoQF
— Ashok Gehlot (@ashokgehlot51) April 25, 2019
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે, તે ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકીને દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીની રેલીમાં 6 લાખ લોકો આવ્યા હતા, તે ખોટો સાબિત થાય છે, કારણ કે, જે ફોટો મૂકવામાં આવ્યો છે તે વર્ષ 2013નો ફોટો છે.

Title:રાહુલ ગાંધીની સભામાં ખરેખર 6 લાખ લોકો આવ્યા હતા..? જાણો શું છે સત્ય………
Fact Check By: Frany KariaResult: False
