રાહુલ ગાંધીની નાગપુર સભામાં કેટલા લોકો રહ્યા ઉપસ્થિત..! જાણો શું છે સત્ય………

False રાજકીય I Political

81-ખંભળીયા-ભાણવડ કોંગ્રેસ નામના ફેસબુક પેજ દ્વારા 4 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાહુલની ગાંધીની નાગપુર રેલીમાં જનમેદની ઉમટી હતી, આ પોસ્ટ પર 512 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 16 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા તેમજ 53 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌપ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી તસ્વીરને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને YOUTH CONGRESS ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર “Shri Rahul Gandhi- India’s chosen one. The enormous wave of love and support for Congress President Shri @RahulGandhi from every corner of India is testament that India rejects Modi’s hate politics and embraces Rahul ji’s ideology of love, unity and progress. Today in Nagpur.” શીર્ષક સાથે ચાર ફોટો જે શેર કરવામાં આવ્યા હતા, તે અમને પ્રાપ્ત થયા હતા.જેમાંથી બે ફોટો ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવ્યા છે.

ARCHIVE

ઉપરોક્ત મળેલા પરિણામો પરથી અમને NAGPUR TODAY નામના વેબ પોર્ટલ દ્વારા 11 એપ્રિલ 2016ના પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં તત્કાલીન કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનીયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા ભીમરાવ આંબેડકરની જયંતિ પર નાગપુરના કસ્તુરચંદ પાર્કમાં સંવિધાન રેલીને સંબોધિત કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી બે તસ્વીર પૈકીની એક તસ્વીર આ અહેવાલમાં અમને જોવા મળી હતી.

ORIGINAL LINK | ARCHIVE

ત્યારબાદ અમને Gaurav Pandhi નામના ફેસબુક યુઝર દ્વારા 11 એપ્રિલ 2016 ના The crowd that gathered in Nagpur yesterday to hear Rahul Gandhi & Sonia Gandhi. Do you see that? શીર્ષક હેઠળ બે ફોટો શેર કરવામાં આવ્યા હતા, જેમાં ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટો પૈકીનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, ઉપરોક્ત પોસ્ટમાં રાહુલ ગાંધીની નાગપુર રેલી હોવાનો જે દાવો કરવામાં આવ્યો છે, તે ખોટો સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવેલો છે તે 3 વર્ષ પહેલાનો છે.

Avatar

Title:રાહુલ ગાંધીની નાગપુર સભામાં કેટલા લોકો રહ્યા ઉપસ્થિત..! જાણો શું છે સત્ય………

Fact Check By: Rajesh Pillewar 

Result: False