શું ખરેખર તેલંગણામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેનમાં લગાવવામાં આવેલી આગનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

સરકારે સશસ્ત્ર દળોમાં ભરતી માટે નવી ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી છે. જે યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. જેને લઈ સોશિયલ મિડિયામાં ઘણા ફોટો વિડિયો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે ટ્રેનના આગ લાગ્યાનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેનમાં આગ લગાડવામાં આવી હોવાનો આ વિડિયો તેલંગણાનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તેંલગણાનો નહિં પરંતુ બિહારના લકીસરાય જંક્શનનો છે. ત્યાં પ્રર્દશનકારીઓ દ્વારા ટ્રેનને આગ લગાડવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Azad Yuva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટ્રેનમાં આગ લગાડવામાં આવી હોવાનો આ વિડિયો તેલંગણાનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા જદાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઈમ્સ નાઉ દ્વારા આ જ ટ્રેનનો બીજા એંગલથી પ્રકાશિત કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સંરક્ષણ ભરતી યોજના ‘અગ્નિપથ’ સામેના રાષ્ટ્રવ્યાપી વિરોધના સંદર્ભમાં બિહારમાં અગ્નિપથ ભરતી યોજના સામે આંદોલન હિંસક બન્યું કારણ કે વિરોધીઓએ લખીસરાય જંકશન પર એક ટ્રેનને આગ લગાવી દીધી.

NDTV દ્વારા પણ આ જ વિડિયો બિહારના લખીસરાય જંક્શનનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

ANI દ્વારા પણ આ ઘટનાના ફોટો અને ત્યાં હાજર પોલીસનું નિવેદન પણ પ્રસારિત કરવામાં આવ્યુ હતુ અને માહિતી આપવામાં આવી હતી કે, “બિહારમાં અગ્નિપથ યોજના સામે આંદોલન કરતા, વિરોધીઓએ લકીસરાય જંક્શન પર એક ટ્રેનને આગ ચાંપી દીધી. તેમજ ત્યાં હાજર પોલીસના જણાવ્યા અનુસાર, “તેઓ મને વિડિયો શૂટ કરતા રોકતા હતા અને મારો ફોન પણ છીનવી લીધો હતો. 4-5 ડબ્બાઓને અસર થઈ હતી. મુસાફરો નીચે ઉતર્યા હતા અને પોતાની જાતે આગળ વધવામાં સફળ થયા હતા.” 

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તેંલગણાનો નહિં પરંતુ બિહારના લકીસરાય જંક્શનનો છે. ત્યાં પ્રર્દશનકારીઓ દ્વારા ટ્રેનને આગ લગાડવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર તેલંગણામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેનમાં લગાવવામાં આવેલી આગનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context