ઈસ્લામ પર પ્રવચન આપવા વાળી રૂબિકાએ આપત્તિજનક ફોટો શેર કરી..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Times Media 24 News દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “ये वही जी न्युज की रुबिका लयाकत है जो इस्लाम पे परवचन देती है सिर्फ मुस्लिम नाम दे देने से कोई मुसलमान नही हो जाता । “  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 93 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 50 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1900 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રૂબિકા લીયાકતે તેની આપતીજનક ફોટો શેર કરી.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પર થી અમને 26 ઓગસ્ટ 2018ના રુબિકા લિયાકત અને નિશાંત ચતુર્વેદી દ્વારા કરવામાં આવેલા બે ટ્વિટ પ્રાપ્ત થયા હતા. આ ટ્વિટ રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને કરવામાં આવ્યુ હતુ. નિશાંત ચતુર્વેદી દ્વારા આ ટ્વિટ સવારે 9.47 વાગ્યે કરવામાં આવ્યુ હતુ.

ArchivedLink

જેનો જવાબ રુબિકા દ્વારા બપોરે 12.12 વાગ્યે આપવામાં આવ્યો હતો.

ArchivedLink

આ  સિવાય અમને નિશાંત ચતુર્વેદી દ્વારા 2015ના રક્ષાબંધનના કરવામાં આવેલુ ટ્વિટ પણ મળ્યુ હતુ. જેમાં પણ તેમણે રુબિકાને રક્ષાબંધનની શુભકામના આપી હતી.

ArchivedLink

પરિણામો માં મળેલા ટ્વિટમાં દર્શાવવામાં આવેલા ફોટો ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટો સાથે મળતા હતા. આ ફોટો રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેનના પ્રેમને દર્શાવવા માટે કરવામાં આવી હતી. પરુંત સોશિયલ મીડિયામાં આ ફોટોને ખોટી રીતે મુકવામાં આવી હતી. લોકોમાં ખોટી ભ્રામક્તા ફેલાવવા માટે આ ઉપરોક્ત પોસ્ટ શેર કરવામાં આવી હતી.

અમારા સંશોધનમાં એ વાત સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં આપવામાં આવેલો ફોટો લોકોમાં ખોટી ભ્રામકતા પેદા કરવા શેર કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. અમારી પડતાલમાં સાબિત થયુ છે કે, ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટો નિશાંત ચતુર્વેદી સાથે રક્ષાબંધનનાં દિવસે લેવામાં આવી હતી. જે ફોટોને ખોટી રીતે લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં શેર કરવામાં આવી હતી.

Avatar

Title:ઈસ્લામ પર પ્રવચન આપવા વાળી રૂબિકાએ આપત્તિજનક ફોટો શેર કરી..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False