શું ખેરખર અલ્બર્ટ આઈન્સ્ટાઈનને બર્ન યુનિવર્સિટી દ્વારા નાપાસ કરવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Only4teacher નામના ફેસબુક પેજ દ્વારા 26 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ઈતિહાસના સૌથી મહાન વૈજ્ઞાનિક ગણવામાં આવતાં અલ્બર્ટ આઈન્સ્ટાઈન ની Ph. D. ની ડિગ્રી માટે રજુ કરેલી મહાન થિયરી નામંજૂર થઈ હતી. (મતલબ કે યુનિવર્સિટીએ એમને નાપાસ કર્યા હતા.) આજે એ જ યુનિવર્સિટીમાં એમની થિયરી ભણાવવામાં આવે છે. પરીક્ષામાં નાપાસ થવું કે ઓછા ટકા આવવા એ જીવનની નિષ્ફળતા નથી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 92 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, 4 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 69 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બર્ન યુનિવર્સિટી દ્વારા વર્ષ 1907માં અલ્બર્ટ આઈન્સ્ટાઈનને નાપાસ કરવામાં આવ્યા હતા.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આઈન્સ્ટાઈનની બર્ન યુનિવર્સિટીમાં ડિગ્રી લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમન્ જાણવા મળ્યુ હતુ કે, આઈન્સ્ટાઈનને ઝુરિચ યુનિવર્સિટી દ્વારા વર્ષ 1905માં PHDની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. વર્ષ 1907માં યુનિવર્સિટી ઓફ બર્ન દ્વારા આઈન્સ્ટાઈનને ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હતી, તેમજ શાળામાં લેકચરર તરીકેનું પદ પણ આપવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ યુનિવર્સિટી ઓફ બર્ન વિશે અમે તપાસ કરતા, આ યુનિવર્સિટી સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલી છે. જેની મુખ્ય ભાષા જર્મન હતી, તેમજ આઈન્સ્ટાઈને તેમનું એકેડેમિક વર્ક પણ જર્મનમાં પ્રકાશિત કર્યુ હતુ. માટે જો આઈન્સ્ટાઈનને પત્ર મોકલવામાં આવ્યો હોત તો તે પણ જર્મન ભાષામાં મોકલવામાં આવ્યો હોત. પરંતુ પત્રમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલ પણ સ્વિટ્ઝર્લેન્ડમાં 4 સતાવાર ભાષા છે. જેમાં હાલ પણ અંગ્રેજીનો ઉલ્લેખ નથી.

ARCHIVE

ઉપરોક્ત લેટરને ધ્યાનથી વાંચતા યુનવિર્સિટી ઓફ બર્ન નીચે સિડરરસ્ટ્રાસનું સરનામું લખવામાં આવ્યુ હતુ, જે હાલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન સેન્ટર ફોર ફંડામેન્ટલ ફિઝિક્સનું સરનામું છે. સાથે 4 આંકડાના પોસ્ટલ કોડ(3012)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, સિડરરસ્ટ્રાસને 1931 પહેલા સ્ટર્નવર્ટસ્સ્ટ્રેસ નામ આપવામાં આવ્યુ હતું. જયારે સ્વિટ્ઝર્લેન્ડે 1960 ના દાયકા સુધી ચાર અંકની ટપાલ કોડ પદ્ધતિ અપનાવી ન હતી.

ત્યારબાદ અમારી પડતાલ આગળ વધારતા અમને જાણવા મળ્યુ હતુ કે, યુનિવર્સિટી ઓફ બર્ન ખાતે વિલ્હેમ હેનરિચ નામના ડીન અથવા પ્રોફેસર કયારેય ન હતા. લેટરના નીચેના ભાગે ગોળાકાર સ્ટેમ્પની વચ્ચે આપવામાં આવેલા સિમ્બોલને યુનિવર્સિટી સાથે કોઈ લેવા-દેવા નથી, કારણ કે, તે હંગેરીના હથિયારોનો સિમ્બોલ બતાવે છે. તેમજ વર્ષ 1907માં વિજ્ઞાનના ફેકલ્ટી અને હ્યુમનિટીઝના ફેકલ્ટીના ડીન અલગ ન હતા. પરંતુ લેટરના અંતમાં વિજ્ઞાનના ડીન તેમ લખવામાં આવ્યુ છે.

લેટરને ધ્યાનથી જોતા લેટરની જમણી બાજુ એક સ્ટેમ્પ ટિકીટ લગાડવામાં આવી હતી. જેને ગૂગલ પર સર્ચ કરતા અમને નીચે મુજબ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા લેટર સાથે જ તે સ્ટેમ્પ ટિકિટનો ફોટો પ્રાપ્ત થયો હતો નીચે આપ બંને વચ્ચેની સમાનતા જોઈ શકો છો.

જો કે, આઈન્સ્ટાઈનની આ પ્રકારની ટિકિટ આઈન્સ્ટાઈનને મોકલેલા લેટરમાં લગાડવામાં આવી હોય તે માનવામાં આવે તેવી વાત નથી, તેથી અમે આ પ્રકારની આઈન્સ્ટાઈનની ટિકિટ ક્યારે બહાર પાડવામાં આવી તે અંગે માહિતિ મેળવવા પ્રયત્ન કર્યો હતો, તો અમંને જાણવા મળ્યુ હતુ કે, વર્ષ 1966માં આ આ પ્રકારની આઈન્સ્ટાઈનની રેવન્યુ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. જે આપ નીચે જોઈ શકો છો.  

LINK | ARCHIVE LINK

આમ, ઉપરોક્ત પોસ્ટમાં ક્યાય સાબિત થતુ નથી કે, આઈન્સ્ટાઈનને યુનિવિર્સિટી ઓફ બર્ન દ્વારા નાપાસ કરવામાં આવ્યા હોય. ઉપરોક્ત લેટર સાથે છેડછાડ કરી ખોટી રીતે મુકવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, આઈન્સ્ટાઈનને યુનિવર્સિટી ઓફ બર્ન દ્વારા કયારેય નાપાસ કરવામાં નથી આવ્યા, તેમજ લેટરમાં દર્શાવવામાં આવેલી તમામ વિગતો અમારી પડતાલમાં ખોટી સાબિત થઈ છે.

Avatar

Title:શું ખેરખર અલ્બર્ટ આઈન્સ્ટાઈનને બર્ન યુનિવર્સિટી દ્વારા નાપાસ કરવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False