Sushil Vaze નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જાન્યુઆરી 2020ના એખ પોસ્ટ શેર કરવામાં આવી હતી હતી. “In 1975 emergency, Indira Gandhi entered JNU with Delhi Police, beaten up Sitaram Yechuri who was president of JNU student union then, forced him to resign and to read apology for protesting against Emergency. That was the Iron hand of her, Amit shah looks saint in front of her.” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 72 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સિતારામ યેચુરી દ્વારા વર્ષ 1975માં માફી માંગવામાં આવી હતી, ત્યારનો ફોટો છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયા રેસિસ્ટ્રસ અને હિન્દુસ્તાન ટાઈમ્સ ના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જે અનુસાર ઈમરજન્સી પછી 1977માં વિદ્યાર્થીઓએ ઈન્દિરા ગાંધી પાસે જેએનયુના ચાંસલર પદેથી રાજીનામાની માંગ કરી હતી. તત્કાલિન JNU વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ સિતારામ યેચરીએ 5 સપ્ટેમ્બર 1977ના રાજીનામાની માંગનો લેટર ઈન્દિરા ગાંધી સામે જ વાંચ્યો હતો. આ ફોટો તે સમયની છે.

HINDUSTAN TIMES | INDIA RESISTS | KASHMIR TIMES

તે દિવસે શું થયુ હતુ.?

કોંગ્રેસ પાર્ટીની 1977ની ચૂંટણીમાં હાર છતાં ઈન્દિરા ગાંધી જેએનયુના કુલપતિ હતી. જે.એન.યુ.ના વિદ્યાર્થીઓએ આ પહેલા તત્કાલીન કુલપતિ ડો.બી.વી. ડી.નાગાચૌધરીને રાજીનામું આપવા મજબૂર કર્યા હતા. 5 સપ્ટેમ્બર 1977ના રોજ સીતારામ યેચુરી સહિત તમામ વિદ્યાર્થી જેએનયુથી ઈંદિરા ગાંધીના ઘરે પહોચ્યા હતા અને જોરજોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા. 10-15 મિનિટ પછી, ઇન્દિરા ગાંધી બહાર આવી અને વિદ્યાર્થીઓના નારાઓ સાંભળવા લાગ્યા.

ત્યારબાદ સીતારામે જેએનયુએસયુની માંગણી કરતો પત્ર વાંચવાનું શરૂ કર્યું, જેમાં કટોકટી દરમિયાન કોંગ્રેસ સરકાર દ્વારા લોકો પર કરવામાં આવેલા અન્યાયની વિગતો આપવામાં આવી હતી. આ સાંભળીને ઈન્દિરા ગાંધી ગુસ્સામાં અંદર ચાલ્યા ગયા અને બીજા દિવસે કુલપતિના પદેથી રાજીનામું આપી દીધું.

OUTLOOK | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટામાં સિતારામ યેચુરી ઈન્દિરા ગાંધીની સામે કુલપતિ પદના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં ઈન્દિરા ગાંધી સિતારામ યેચુરી પાસે માફી નથી મંગાવી રહ્યા પરંતુ સિતારામ યેચુરી ઈન્દિરા ગાંધી પાસે કુલપતિ પદના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર સિતારામ યેચુરી દ્વારા વર્ષ 1975માં માફી માંગવામાં આવી હતી ત્યારનો ફોટો છે...?જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False