શું ખરેખર પોંડિચેરી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ઘરેલુ ઉપાય શોધી કાઢ્યો છે…? જાણો શું છે સત્ય.

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

I love Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક સારા સમાચાર છે પોંડિચેરી યુનિવર્સિટીના એક ભારતીય વિદ્યાર્થી રામુએ કોવિડ 19 માટેનો ઘરેલુ ઉપાય શોધી કાઢ્યો છે, જેને WHOએ પ્રથમ સ્થાને મંજૂરી આપી. તેણે સાબિત કર્યું કે છે કે એક ચમચી કાળા મરીનો પાવડર ભરીને, બે ચમચી મધ અને થોડો આદુનો રસ સતત 5 દિવસ સુધી લેવામાં આવે તો, કોરોનાની અસર 100% દૂર થઈ શકે છે. આખું વિશ્વ આ સારવાર લેવાનું શરૂ કરી રહ્યુ છે. આખરે 2020ની આ એક ખુશ ખબર કહેવાય.”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 128 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 134 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોંડિચેરીના વિદ્યાર્થીએ કોરોનાનો ઘરેલુ ઉપચાર શોધી કાઢ્યો છે. જેને WHO દ્વારા મંજૂરી આપવામાં આવી છે.” 

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતી વિશે કોઈ વિશ્વસનિય અહેવાલ પ્રાપ્ત થયો ન હતો. 

ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબુત કરવા અમે ગૂગલ પર સર્ચ કરતા અમને PIB દ્વારા તેમના ફેકચેક એકાઉન્ટ પરથી તારીખ 11 ઓગસ્ટ 2020ના કરવામાં આવેલુ ચ્વિચ પ્રાપ્ત થયુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ પ્રકારે કોઈ ઘરેલુ ઉપચાર પોંડિચેરીના વિદ્યાર્થી દ્વારા શોધવામાં આવ્યો નથી. તેમજ WHO દ્વારા પણ આ અંગે કોઈ મંજૂરી નથી આપવામાં આવી.

ARCHIVE

WHO દ્વારા કાળા મરીથી કોરોનાની સારવારને નકારી કાઢવામાં આવી છે. WHO દ્વારા તેમની ઓફિશીયલ વેબસાઈટ પર પણ આ માહિતી અપલોડ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

WHO

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે કોઈ ઘરેલુ ઉપચાર પોંડિચેરીના વિદ્યાર્થી દ્વારા શોધવામાં નથી આવ્યો. તેમજ કાળા મરીથી કોરોનાની સારવારને પહેલા જ WHO દ્વારા નકારી કાઢવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર પોંડિચેરી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ઘરેલુ ઉપાય શોધી કાઢ્યો છે…? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False