શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રીની ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political સામાજિક I Social

‎Dharmesh Goswami નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર,2019   ના રોજ  જાગૃત નાગરિક મંચ નામના ફેસબુક ગ્રુપમાં

એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ જુઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ગાડી માં વીમો પણ પૂરો થઈ ગયો છે અને પીયુસી પણ નથી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે અને પીયુસી પણ નથી. આ પોસ્ટને 232 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 12 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 985 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.18-18_24_16.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે કે કેમ? તેની ચકાસણી કરવા માટે સૌપ્રથમ અમે સરકારની પરિવહન માટેની ઓફિશિયલ વેબસાઈટ parivahan.gov.in ની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આ વેબસાઈટ પર મુખ્યમંત્રીની ગાડી કે જેનો નંબર GJ18G9085 છે. તેની માહિતી વેબસાઈટ પર સર્ચ કરતાં અમને માલૂમ પડ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની GJ18G9085 નંબરની ગાડીનો વીમો 31 ડિસેમ્બર, 2019 સુધી વેલિડ છે. તેમજ તેની ફિટનેશ પણ 10 એપ્રિલ, 2029 સુધી વેલિડ છે. આ તમામ માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી ખોટી છે. મુખ્યમંત્રીની ગાડીની માહિતી તમે નીચે જોઈ શકો છો.

screenshot-parivahan.gov.in-2019.09.18-18_21_58.png

Archive

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને અકિલા.ન્યુઝ.કોમ દ્વારા 17 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્કોર્પિયો ગાડી નં. GJ18G9085 નો વીમો 31 ડિસેમ્બર, 2019 સુધી વેલિડ છે. તેમજ તેની ફિટનેશ પણ 10 એપ્રિલ, 2029 સુધી વેલિડ છે. જે તમે ઓનલાઈન સરકારી વેબસાઈટ પર જોઈ શકો છો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.akilanews.com-2019.09.18-18_58_06.png

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સાથે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે તેમજ પીયુસી પણ ન હોવાનો જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે. મુખ્યમંત્રીની ગાડીનો વીમો 31 ડિસેમ્બર, 2019 સુધીનો છે. તેમજ આ ગાડીની ફિટનેશ પણ 10 એપ્રિલ, 2029 સુધીની છે. જે તમે સરકારી વેબસાઈટ પર જોઈ શકો છો. કેટલાક ઠગબાજો દ્વારા સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ આ રીતની ખોટી માહિતી મૂકવામાં આવતી હોય છે. તો લોકોએ ગેરમાર્ગે દોરાવું જોઈએ નહીં.”

2019-09-18.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાડીનો વીમો પૂરો થયો હોવાની માહિતી તદ્દન ખોટી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્કોર્પિયો ગાડી નં. GJ18G9085 નો વીમો 31 ડિસેમ્બર, 2019 સુધી વેલિડ છે. તેમજ તેની ફિટનેશ પણ 10 એપ્રિલ, 2029 સુધી વેલિડ છે. જે તમે ઓનલાઈન સરકારી વેબસાઈટ પર જોઈ શકો છો.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રીની ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False