શું ખરેખર જીઈબી દ્વારા લાઈટબિલમાં કરવામાં આવી રહી છે ઉઘાડી લૂટ…? જાણો સત્ય

False સામાજિક I Social

Mukesh Chaudhari  નામના એક ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2018 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ હરામ ખોરો જી.બી.વારા બધાથી મોટા ચોર લાગે છે… જ્યારે આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જીઈબી દ્વારા દર 2 મહિને બિલ આપવામાં આવે છે જેને પરિણામે જનતાએ યુનિટદીઠ વધુ ભાવની ચૂકવણી કરવી પડે છે. આ અંગેની કેટલીક ગણતરી પણ ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવી છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1700 લોકોએ લાઈક કરી હતી, 229 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 57000 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Face book | Archive

સંશોધન

ઉપરક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો હતો અને ugvcl unit rate 2019 in gujarat સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.05.14-23-11-05.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા વર્ષ 2018-19 માટે વીજ બિલના ભાવ માટે જાહેર કરવામાં આવેલો એક પરિપત્ર પ્રાપ્ત થયો હતો જેમાં વીજ બિલ અંગેની તમામ માહિતી આપેલી છે જે આપ નીચેની લિંક પર જોઈ શકો છો.

Tariff_Schedule

Archive

ઉપરના પરિપત્રનો ધ્યાનથી અભ્યાસ કરતાં અમને જાણવા મળ્યું કે, પોસ્ટમાં જે રીતે યુનિટની ગણતરી કરીને માહિતી મૂકવામાં આવી છે તે બિલકુલ ખોટી છે. જીઈબી દ્વારા જે બિલ બનાવવામાં આવે છે એ બિલ તેના યુનિટના સ્લેબ પ્રમાણે અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર માટે યુનિટદીઠ અલગ-અલગ ભાવ પ્રમાણે બનાવવામાં આવે છે. આ માહિતીમાં અમને એ પણ જાણવા મળ્યું કે, તમારું બિલ એક મહિને બને કે 2 મહિને બને તો યુનિટના જે સ્લેબ નક્કી કરેલા છે એ પ્રમાણે જ બને છે તેમાં ગ્રાહકને ક્યાંય પણ છેતરવામાં આવતો નથી કે તેની પાસેથી વધારે રકમ વસૂલ કરવામાં આવતી નથી.

ત્યાર બાદ અમારી તપાસને આગળ વધારતા અમે યુજીવીસીએલના એક અધિકારી સાથે આ અંગે વાત કરી તો તેમણે અમને જણાવ્યું હતું કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવામાં વીજ બિલની ગણતરી અને માહિતી બિલકુલ ખોટી છે. વધુમાં અમને એ અધિકારી દ્વારા એક મહિનાના વીજ બિલ અને 2 મહિનાના વીજ બિલની ગણતરી કરીને મોકલવામાં આવી હતી જે આપ નીચે જોઈ શકો છો.

ઉદાહરણ : તમારો 2 મહિનાનો વીજળીનો વપરાશ 400 યુનિટ છે તો નીચે મુજબ વીજ બિલ બને (15.05.2019ની દ્રષ્ટિએ)

યુનિટભાવ (રૂપિયામાં)
1 થી 100 યુનિટ3.05
101 થી 200 યુનિટ3.50
201 થી 400 યુનિટ 4.15
401 થી 500 યુનિટ4.25
501 થી વધારે યુનિટ5.20

બે મહિનાના 400 યુનિટના વીજ બિલની ગણતરી :

100 યુનિટ * 3.5 = 305

પછીના 100 યુનિટ * 3.50 = 350

પછીના 200 યુનિટ * 4.15 = 830

આમ કુલ 400 યુનિટના 305+350+830 = 1485 રૂપિયા વીજ બિલ ચૂકવવાનું થાય. આ ઉપરાંત ગ્રાહકે ફિક્સ ચાર્જ, ફ્યુલ ચાર્જ અને વિદ્યુત શુલ્ક અલગથી નક્કી કરેલા ધારા-ધોરણ મુજબ ચૂકવવાના હોય છે.

એક મહિના માટેના યુનિટના ભાવનું પત્રક :

યુનિટભાવ (રૂપિયામાં)
1 થી 50 યુનિટ3.05
50 થી 100 યુનિટ3.50
101 થી 200 યુનિટ 4.15
201 થી 250 યુનિટ4.25
250 થી વધારે યુનિટ5.20

હવે 2 મહિનાના 400 યુનિટ તો એક મહિનાના 200 યુનિટના વીજ બિલની ગણતરી :

50 યુનિટ * 3.5 = 152.50

પછીના 50 યુનિટ * 3.50 = 175

પછીના 100 યુનિટ * 4.15 = 415

આમ કુલ 200 યુનિટના 152.50+175+415 = 742.50 રૂપિયા વીજ બિલ ચૂકવવાનું થાય. આ ઉપરાંત ગ્રાહકે ફિક્સ ચાર્જ, ફ્યુલ ચાર્જ અને વિદ્યુત શુલ્ક અલગથી નક્કી કરેલા ધારા-ધોરણ મુજબ ચૂકવવાના હોય છે.

આમ, ઉપરની ગણતરી મુજબ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ક્યાંય પણ એવું સાબિત નથી થતું કે યુજીવીસીએલ દ્વારા બે મહિને બિલ બનાવવામાં આવે છે તો ગ્રાહક છેતરાય છે અને વધુ રકમ ચૂકવવાની થાય છે.

પરંતુ ઉપરોક્ત પોસ્ટમાં જે ગણતરી કરવામાં આવી છે તે 400 યુનિટ * 4.15 = 1660 રૂપિયા. આ ગણતરી બિલકુલ ખોટી રીતે કરવામાં આવી છે.

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે, દરેક ગ્રાહકના ઘરે આવતા વીજ બિલની પાછળની બાજુ પર તમામ ચાર્જની ગણતરી અને ભાવ દર્શાવેલા હોય જ છે જે તમે નીચે જોઈ શકો છો.

Document 8-page-001.jpg

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે મહેસાણા ખાતે આવેલી યુજીવીસીએલની ઓફિસનો સંપર્ક કર્યો હતો અને જવબદાર અધિકારી સાથે વાત કરી હતી. તો તેઓએ અમને જણાવ્યું હતું કે, આ માહિતી બિલકુલ ખોટી છે. વીજ બિલમાં જે રીતે યુનિટના સ્લેબ આપેલા છે એ પ્રમાણે જ ગ્રાહકનું બિલ બને છે. તેમજ પોસ્ટમાં કરવામાં આવેલી ગણતરી અને માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે જ મૂકવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. વીજ બિલની ગણતરી અંગેની તમામ માહિતી તમે અમારી ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ મેળવી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, ગુજરાતમાં ગ્રાહકનું વીજ બિલ પરિપત્રમાં નક્કી કરવામાં આવેલા યુનિટના ભાવ અને અન્ય ચાર્જને ધ્યાને રાખીને જ બનાવવામાં આવે છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર જીઈબી દ્વારા લાઈટબિલમાં કરવામાં આવી રહી છે ઉઘાડી લૂટ…? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False