શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન મોદીને તેમના પિતાના મૃત્યુ માટે જવાદાર માને છે..?

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

સમગ્ર વિશ્વના પાટીદાર નામના ફેસબુક પેજ દ્વારા 21 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, #ભક્તો_વાસ્તવિકતા__છે #share_કરો_બધા શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 106 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 2 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 38 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોઈ ન્યુઝ પેપરમાં સમાચાર છપાઈને આવ્યા છે કે, નરેન્દ્ર મોદીના ભઈ-બહેન નરેન્દ્ર મોદીને તેમના પિતાજીના મોતના જવાબદાર માને છે. આવા સમાચાર કયાંય પણ છપાયા હોય તેવું સાંભળવામાં પણ ન હતું આવ્યું. તેમજ ચૂંટણીના માહોલમાં આ પ્રકારના સમાચાર સોશિયલ મીડિયામાં ફેલાતી હોય છે.

ARCHIVE | PHOTO ARCHIVE

સૌપ્રથમ અમે આ પેપર કટિંગને ગૂગલ પર શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અમને કોઈ પરિણામ મળ્યુ ન હતુ. આ ખબક દિલ્હી ન્યુઝ નેટવર્કના હવાલાથી લખવામાં આવી છે, તેથી અમે ગૂગલ પર “દિલ્હી ન્યુઝ નેટવર્ક” સર્ચ કર્યુ હતુ. પરંતુ આવી કોઈ સમાચાર એજન્સી અમને મળી ન હતી. આવી પ્રકાશન એજન્સી કોઈ જ ન હોવાનુ જાણવા મળ્યું હતું.

ત્યારબાદ ઉપરોક્ત પોસ્ટ સાથે મુકવામાં આવેલા પેપર કટીંગને ધ્યાનથી વાંચતા અમને ઘણી જ ભૂલો જોવા મળી હતી, જે સામાન્ય રીતે કોઈ જ ન્યુઝ પેપર દ્વારા કરવામાં આવતી નથી. પહેલી વાત તો ન્યુઝ પેપરની ભાષ।માં જ ભૂલ જણાઈ હતી.

1. પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે, यह जानकारी पूर्णता सत्य है, जिस किसी को शंका हो तो वडनगर के पोलिस स्टेशन में RTI डालकर पता कर सकते हैं..| પહેલી વાત કે, કોઈ પણ ન્યુઝ પેપર દ્વારા તેમના વાંચકોને આ પ્રકારનો ઉદેશ કરવામાં આવતો નથી. ન્યુઝ પેપરનું કામ હોય છે. સમાચારને પડતાલ કરી અને વાંચકો સુધી પહોચાડવુ નહિં કે તેમને જવાબદારી સોપવાની.

2. પોસ્ટમાં નરેન્દ્ર મોદીનું નામ કોઈ પણ સંબોધન વગર લેવામાં આવ્યું હતું. ન્યુઝ પેપર દ્વારા આ પ્રકારની ભૂલ કયારેય કરવામાં આવતી નથી. જો આ સમાચાર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછીના છે તો તેમના નામની આગળ પ્રધાનમંત્રી લખવુ જરૂરી છે, જો સમાચાર નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારના હતા તો તેમના નામ આગળ તેનો ઉલ્લેખ કરવો જરૂરી હતો, અને જો તે પહેલાના સમાચાર હોય તો પણ તેમના નામ આગળ ભાજપના નેતા અથવા આરએસએસના કાર્યકર લખવુ જરૂરી હતુ. આ વસ્તુ કોમન છે, જેનુ પાલન દરેક મિડિયા હાઉસ દ્વારા કરવામાં આવતુ હોય છે, તેમજ | रेल्वे स्टेशन पर चाय बेचते समय किसी का पॉकेट गूम हुआ था, उसमें 300 रू थे दामोदर जी ने लौटाने के बजाय अपने जेब मे डाल दिया था. આ વાક્ય રચનામાં પણ ગંભીર ભૂલ છે.

3. અમને બીજી પણ એક ભૂલ જોવા મળી હતી, દરેક વાક્ય પાછળ હિંદી ભાષામાં સામાન્ય રીતે મોટી “(|)” પાઈનો ઉપયોગ થાય છે. પરંતુ તે કયાંય પણ જોવા મળ્યો ન હતો. દરેક વાક્ય પછી ડોટ્સ કરવામાં આવ્યું હતું.  

કોઈ પણ ન્યુઝ પેપર દ્વારા તેમની ભાષા પ્રયોગને લઈ ખાસ ધ્યાન આપવમાં આવતુ હોય છે. દરેક ન્યુઝ પેપરમાં “PROOF READER”ની એક પોસ્ટ હોય છે, તેનુ કામ જ હોય છે કે, સમાચાર પત્રોમાં જતી ભૂલો શોધી તેમાં સુધારો કરવામાં આવે. પરંતુ ઉપરોક્ત પોસ્ટમાં ઘણી મોટી ભૂલો હતી. તેથી વિશ્વાસ કરવો અઘરો છે.

અમે ફેલબુક પર સર્ચ કરતા આ પ્રકારની બીજી એક પોસ્ટ પણ અમને મળી હતી. જે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

બે વર્ષ પહેલા પણ એટલે કે 1 જૂન 2017ના Velaram M Patel નામના ફેસબુક યુઝર દ્વારા આ પ્રકારે જ શેર કરવામાં આવી હતી, આ પોસ્ટમાં પણ આ પ્રકારેની જ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વાત પરથી જ અંદાજ લગાવી શકાય કે, આ જ શબ્દોનો ઉપયોગ કરી ફોટોશોપના માધ્યમથી અખબારનુ કટિંગ બનાવવામાં આવ્યું હશે.

ગૂગલ પર સર્ચ કરતી વખતે અમને વેબદુનિયા વેબસાઈટ દ્વારા આ વિષય પર કરવામાં આવેલુ સંશોધન પ્રાપ્ત થયુ હતું. જેમાં પ્રધાન મંત્રી મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદના નિવેદન સાથે જણાવવામાં આવ્યુ હતુ કે, આર્ટીકલમાં લખવામાં આવેલી વાતમાં સાવ ખોટી છે. તેમણે જણાવ્યુ હતુ કે, તેમના પિતાની મૃત્યુ 1981માં બોન કેન્સરના કારણે થઈ હતી. તેમજ નરેન્દ્ર મોદીએ કયારેય પણ ચોરી નથી કરી અને તેમના પરિવારે ક્યારેય તેમના વિરૂધ્ધ ફરિયાદ પણ નથી નોધાવી.

ARCHIVE WEBDUNIYA

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે પોસ્ટ સાથે મુકવામાં આવેલુ ન્યુઝ પેપરનું કટિંગ ફર્જી છે, આવા કોઈ સમાચાર પ્રસારિત થયા નથી.  

Avatar

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન મોદીને તેમના પિતાના મૃત્યુ માટે જવાદાર માને છે..?

Fact Check By: Frany Karia 

Result: False