શું ખરેખર ઈટલી દ્વારા કોરોના વાયરસ નહિં પરંતુ બેકટેરિયા હોવાનું જણાવવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Batuk Samachar Newspaper નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોવિદ-19 વાયરસ નથી પણ એક પ્રકારનો બેકટેરિયા છે, જેનો ઈલાજ બહુ સહેલો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 વ્યક્તિ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “WHO કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પીએમની મંજૂરી નથી આપતુ પરંતુ “ઇટલીના ડોકટરો દ્વારા જણાવવામાં આવ્યુ કે કોરોનાએ બેકટેરિયા છે વાયરસ નથી.

FACEBOOK | FB POST ARCHIVE 

પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો હતો કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના અંગે શુ કહ્યુ છે. વાયરસ છે કે બેકટેરિયા? દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ અંગે ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે, કોરોનાએ વાયરસ છે બેકટેરિયા નથી. જે તમે નીચે જોઈ શકો છો.

WHO 

ઇટાલીમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કોવિડ-19 થી મૃત્યુ પામેલા દર્દીઓ પર પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. 

24 માર્ચે WHOઓએ આરોગ્ય સંભાળ સુવિધાઓના મેનેજરો, ધાર્મિક અને જાહેર આરોગ્ય અધિકારીઓ અને પરિવારો સહિતના બધા માટે માર્ગદર્શિકાનો એક સેટ જાહેર કર્યો, જેમાં શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલ કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિઓના મૃતદેહોને લઈ માહિતી આપવામાં આવી હતી. જે દિશા નિર્દેશોમાં એવું કહેવામાં આવ્યું નથી કે પોસ્ટમોર્ટમ ન કરવુ જોઈએ.

તેમજ ઈટલી દ્વારા કોરોના વાયરસ સામેની વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ કર્યુ હોવાનુ પણ અમને જાણવા મળ્યુ હતુ. તેમજ ઈટલી દ્વારા કોરોના વાયરસ નહિં બેકટેરિયા છે તે પ્રકારનું નિવેદન કર્યુ હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઈટલી દ્વારા કોરોના વાયરસ નહિં બેકટેરિયા હોવાનું નિવેદન કરવામાં નથી આવ્યુ તેમજ WHO દ્વારા કોરોનાના દર્દીનું પીએમ ન કરવુ જોઈએ તેની મનાઈ નથી કરવામાં આવી. 

Avatar

Title:શું ખરેખર ઈટલી દ્વારા કોરોના વાયરસ નહિં પરંતુ બેકટેરિયા હોવાનું જણાવવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False