શું ખરેખર રિલાઈન્સ જીઓ દ્વારા EVM હેક કરવામાં ભાજપાની મદદ કરવામાં આવી હતી….? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Ashvin Makwana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓક્ટોબર 2019ના ગુજરાતી એટલે ગુજરાતી નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. रिलायंस जियो ने EVM हैकिंग मैं की थी भाजपा की मददभाजपा की EVM से यारी जो पड़ी पूरे भारतवासियों को भारी । #BAN #EVM #SAVE #INDIA શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 27 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રિલાઈન્સ જીઓ દ્વારા ભાજપાને EVM હેક કરવામાં મદદ કરવામાં આવી હતી.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને તેમાં વર્ષ 2019ના શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં લંડનમાં સૈયદ શુજા દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સનો વિડિયો છે. જેમાં માત્ર આક્ષેપો જ કરવામાં આવ્યા હતા. જે સમાચારને અન્ય મિડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

AAJTAK | ARCHIVE

NEWS18 | ARCHIVE

જો કે, આ હેકરના દાવાને ચુનાવ આયોગના મુખ્ય ટેક્નિકલ એક્સપર્ટ ડો.રજત મુના દ્વારા ખારિજ કરવામાં આવ્યો હતો. તેમણે NDTV સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, આ મશીન Stand Alone મશીન છે. જેમાં કોઈપણ પ્રકારના છેડછાડ કરવાની સંભાવના નથી અને આ મશીન ટેંપર પ્રુફ છે. જે સમાચાર તમે નીચે વાંચી શકો છો. 

NDTV | ARCHIVE

જો કે, બાદમાં આ પ્રકારની લંડનમાં પ્રેસ કોન્ફરન્સ કરનાર સૈયદ શુજા સામે ચુંટણી પંચ દ્વારા દિલ્હીમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જે સમાચારને પણ જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

ARCHIVE

તેમજ EVM બનાવતી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બેલ)ના ચેરમેન અને પ્રબંધ નિદેશક એમ વી ગૌતમએ તેમના ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, “ઈવીએમ સાથે છેડછાડ સંભવ નથી અને આ ઈવીએમ સાથે કોઈ ગડબડી કરી શકાય તેમ નથી.”

LIVE HINDUSTAN | ARCHIVE

ત્યારબાદ એ જાણવું પણ જરૂરી હતુ કે, જીઓનું લોન્ચિંગ ક્યારે થયુ હતુ તેથી અમે ગૂગલ પર “jio launching date” લખતા અમને જાણવા મળ્યુ હતુ કે, રિલાઈન્યસ જીઓનું લોન્ચિંગ તેમના પાર્ટનર અને એમ્પલોય માટે 27 ડિસેમ્બર 2015માં થયુ હતું. જો રિલાઈન્સ જીઓનું લોન્ચિંગ જ વર્ષ 2015માં થયુ હોય તો વર્ષ 2014માં રિલાઈયન્સ જીઓ દ્વારા EVM હેકિંગમાં મદદ ક્યાંથી કરવામાં આવે…?

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, EVM મશીનને હેક કરી શકાય તેમ નથી. અમેરિકાના એક હેકર દ્વારા ખોટા પુરાવા વગરના આરોપ જ લગાડવામાં આવ્યા હતા. જે સમાચારનો વિડિયો હાલમાં વાયરલ કરી લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, EVM મશીનને હેક કરી શકાય તેમ નથી. અમેરિકાના એક હેકર દ્વારા ખોટા પુરાવા વગરના આરોપ જ લગાડવામાં આવ્યા હતા. જે સમાચારનો વિડિયો હાલમાં વાયરલ કરી લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. 

Avatar

Title:શું ખરેખર રિલાઈન્સ જીઓ દ્વારા EVM હેક કરવામાં ભાજપાની મદદ કરવામાં આવી હતી….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False