શું ખરેખર આ મહિલાએ 14 દિવસના બાળકની ચોરી કરી રૂપિયા 1.14 લાખમાં વેચ્યુ હતુ…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Bharat Dikshit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये है इसाई मिशनरी की सिस्टर सोनालिसा 14 दिन के बच्चे को चुराकर इसने उसे 1.14 लाख में बेचा” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે જે મહિલાનો ફોટો શેર કરવામાં આવ્યો તે મહિલાએ 14 દિવસના બાળકની ચોરી કરી હતી અને તેને 1.14 લાખમાં વેચ્યુ હતું.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર सिस्टर ने 14 दिन के बच्चे की चोरी करके 1.14 लाख में बेचा લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. 

ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સિસ્ટરના ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને LASTAMPA.IT નામની વેબસાઈટ પર 15 ડિસેમ્બર 2011ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં શેર કરવામાં આવેલા સિસ્ટર વિશેની માહિતી આપવામાં આવી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ સીસ્ટરનું નામ મેરી એલિઝા છે. તેમના પર શ્રીલંકામાં આરોપ લાગ્યા હતા કે તેમણે બાળકોની ચોરી કરી અને 25 નવેમ્બર 2011ના તેમની આ આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં 29 નવેમ્બર 2011ના તેમનો જામીન પર છુટકારો પણ થઈ જવા પામ્યો હતો. તેમજ બાદમાં કોર્ટ દ્વારા તેમને આ આરોપમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. તેમજ આ પ્રકારે કોઈ ઘટના ન બની હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ.  આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો. 

LASTAMPA | ARCHIVE

બીબીસી ન્યુઝ દ્વારા પણ 15 ડિસેમ્બર 2011ના આ સમાચારને પ્રસારિત રવામાં આવ્યા હતા. જે તમે નીચે વાંચી શકો છો.

BBC | ARCHIVE

આમ, ઉપરોક્ત પોસ્ટ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ જે ફોટો શેર કરવામાં આવ્યો છે. તે મહિલાનું નામ મેરી એલિઝા છે. સીસ્ટર કોનાલિસા હોવાની વાત ખોટી છે.  તેમજ આ સીસ્ટરની બાળકો ચોરીના આરોપસર ધરપક્ડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં આ તમામ આરોપ ખોટા સાબિત થયા હતા અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ટુંકમાં આ ઘટના વર્ષ 2011માં જ પૂરી થઈ ગઈ હતી. તેમજ આ સમગ્ર ઘટના ભારતની નહિં પરંતુ શ્રીલંકાની છે.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ જે ફોટો શેર કરવામાં આવ્યો છે. તે મહિલાનું નામ મેરી એલિઝા છે. સીસ્ટર કોનાલિસા હોવાની વાત ખોટી છે.  તેમજ આ સીસ્ટરની બાળકો ચોરીના આરોપસર ધરપક્ડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં આ તમામ આરોપ ખોટા સાબિત થયા હતા અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ટુંકમાં આ ઘટના વર્ષ 2011માં જ પૂરી થઈ ગઈ હતી. તેમજ આ સમગ્ર ઘટના ભારતની નહિં પરંતુ શ્રીલંકાની છે.  

Avatar

Title:શું ખરેખર આ મહિલાએ 14 દિવસના બાળકની ચોરી કરી રૂપિયા 1.14 લાખમાં વેચ્યુ હતુ…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False