શું ખરેખર બુર્જ ખલીફા પર થી યુવાને આત્મહત્યા કરી તેના સીસીટીવી છે..? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતી વેબસાઈટના એક વાંચક દ્વારા ગુજરાતના ફેક્ટ ક્રેસન્ડોના નંબર 79900 15736 પર એક વિડિયો અને “suside from burj Khalifa” લખાણ મોકલાવ્યુ હતુ, અને સત્ય અંગે તપાસવવા જણાવ્યુ હતુ. આ વિડિયોમાં એક સીસીટીવી પણ આપવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિ ટાવર પરથી નીચે કુદતો દેખાઈ રહ્યો છે. “આ સીસીટીવી દુબઈના બુર્જ ખલીફાના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.”

ઉપરોક્ત વિડિયોમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે વિડિયોનો સ્ક્રિન શોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને TELLERREPORT.COM નામની વેબસાઈટનો 1 ડિસેમ્બર 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ઈજ્પિતિયન વિધાર્થી દ્વારા કાહિરા ટાવરની ટોપ પરથી નીચે પડી આપઘાત કરવામાં આવ્યો. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો. 

TELLER REPORT | ARCHIVE

ત્યારબાદ જૂદા-જૂદા કી-વર્ડ સાથે સર્ચ કરતા અમને બીબીસી અરબ દ્વારા આ ઘટનાને પ્રસારિત એક અહેવાલ પણ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ઘટના સીસીટીવી પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમને 4 ડિસેમ્બર 2019નો અલજઝિરાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ઈજિપ્તીયન પબ્લીક પ્રોસિક્યુટર હમદા અલ-સવા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, આત્મહત્યા મામલે કાહિરા ટાવરની નજર રાખચા મશિનોના રેકોર્ડને પ્રકાશિત કરવા માટેની તપાસ કરાશે. 

ALJAZEERA | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, ઉપરોક્ત સીસીટીવી ફુટેજ બુર્જ ખલિફાના નહિં પરંતુ ઈજ્પિતિયન વિધાર્થી દ્વારા કાહિરા ટાવરની ટોપ પરથી નીચે પડી આપઘાત કરવામાં આવ્યો તેના સીસીટીવી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં આ સીસીટીવી બુર્જ ખલિફાના હોવાની વાત ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત સીસીટીવી ફુટેજ બુર્જ ખલિફાના નહિં પરંતુ ઈજ્પિતિયન વિધાર્થી દ્વારા કાહિરા ટાવરની ટોપ પરથી નીચે પડી આપઘાત કરવામાં આવ્યો તેના સીસીટીવી છે. 

Avatar

Title:શું ખરેખર બુર્જ ખલીફા પર થી યુવાને આત્મહત્યા કરી તેના સીસીટીવી છે..? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False