શું ખરેખર ભાજપના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય દ્વારા હરણનો શિકાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા “મિત્રો….આ શિકારી મહાશય કોણ છે? તમેં લોકો આનું નામ જાણીને અચરજ પામશો. આ હરામી ભાજપ માંથી ચુંટાયેલો ધારાસભ્ય છે.એનું નામ અનિલ ઉપાધ્યાય છે… મિત્રો…તમે આ વિડિઓ જોયા પછી આ હરામીની સામે ગુસ્સો કરવાને બદલે આ વિડિઓને વધુ માં વધુ શેર કરો જેથી આનાં કારનામાની બધાને જાણકારી મળે🙏🙏🙏” લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો અને તેની સત્યતા જણાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, “વીડિયોમાં જે વ્યક્તિ દ્વારા હરણનો શિકાર કરવામાં આવ્યો છે એ વ્યક્તિ ભાજપના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે.”

ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ તમે અહીં જોઈ શકો છો. Facebook Post | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોમાં બોલાતી ભાષા બાંગ્લા છે. તેથી અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમનેThe Daily Star નામની યુટ્યુબ ચેનલ દ્વારા 11 જુલાઈ, 2015 ના રોજ આ વીડિયોને પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી છે કે, આ વીડિયો મોઈનુદ્દીન નામના ફેસબુક યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. તેથી અમે ફેસબુક પર સર્ચ કરતાં અમનેMoin Uddinનામના ફેસબુક યુઝર દ્વારા  વીડિયોને 13 જુલાઈ, 2015 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ વીડિયો સાથે મૂકવામાં આવેલા શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તે બાંગ્લાદેશ મૂળના એક ઓસ્ટ્રેલિયન નાગરિક છે. તેઓએ વધુમાં લખ્યું છે કે, 4 જુલાઈ, 2015 ના રોજ ફાર્મમાં હરણનો શિકાર કર્યો હતો. તેઓ હવે ક્યારેય પણ આવું નહીં કરે એવું જણાવતાં આ વીડિયોથી દુ:ખ વ્યક્ત કરીને લોકોની માફી પણ માંગી છે. આ વીડિયોમાં તેઓએ પોતાનો બચાવ કર્યો છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને thedailystar.net દ્વારા 12 જુલાઈ, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ મોઈનુદ્દીન બતાવવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતો વ્યક્તિ ભાજપના ધારાસભ્ય નહીં પરંતુ બાંગ્લાદેશ મૂળનો એક ઓસ્ટ્રેલિયન નાગરિક મોઈનુદ્દીન છે.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટના વીડિયોમાં દેખાતો વ્યક્તિ ભાજપના ધારાસભ્ય નહીં પરંતુ બાંગ્લાદેશ મૂળનો એક ઓસ્ટ્રેલિયન નાગરિક મોઈનુદ્દીન છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ભાજપના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય દ્વારા હરણનો શિકાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False