તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, એકબાજુ ભાજપના લોકો બધાને એકસાથે લાવવાની કોશિશ કરી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી એક ધર્મને બીજા ધર્મથી અલગ કરી રહી છે, એક જાતને બીજી જાતથી અલગ કરી રહી છે, એક પ્રદેશને બીજા પ્રદેશથી અલગ કરી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી ભાજપની નિંદા અને કોંગ્રેસ પાર્ટીના વખાણ કરી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 15 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, એકબાજુ ભાજપના લોકો બધાને એકસાથે લાવવાની કોશિશ કરી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી એક ધર્મને બીજા ધર્મથી અલગ કરી રહી છે, એક જાતને બીજી જાતથી અલગ કરી રહી છે, એક પ્રદેશને બીજા પ્રદેશથી અલગ કરી રહી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કોંગ્રેસના સત્તાવાર યુટ્યુબ પર 2 માર્ચ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો મધ્યપ્રદેશના મોરેનામાં ભારત જોડો ન્યાય યાત્રા ધ્વજવંદન સમારોહનો છે.

ઉપરોક્ત વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં તમે 20.08 મિનિટ થી 20.31 મિનિટ સુધીમાં વાયરલ ક્લિપના ભાગો જોઈ શકો છો. આ સમયે રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, એક બાજુ ભાજપના લોકો એક ધર્મને બીજા ધર્મથી અલગ કરી રહ્યા છે, એક જાતને બીજી જાતથી અલગ કરી રહ્યા છે, એક પ્રદેશને બીજા પ્રદેશથી અલગ કરી રહ્યા છે. અને બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી બધાને એકસાથે લાવવાની કોશિશ કરી રહી છે.

આજ વીડિયો સાથેના સમાચાર અન્ય કેટલાક મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. PTI_News | newindianexpress.com

અમારી વધુ તપાસમાં અમને કોંગ્રેસની સત્તાવાર પ્રેસ રિલીઝમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલું આજ ભાષણ પ્રાપ્ત થયું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

નીચે તમે રાહુલ ગાંધીના નિવેદનના વાયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી ભાજપની નિંદા અને કોંગ્રેસ પાર્ટીના વખાણ કરી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો કોંગ્રેસ પાર્ટી ભાગલા પાડો અને રાજનીતિ કરોની નીતિ અપનાવી રહી છે એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False