જાણો દૈનિક જાગરણ સમાચારપત્રમાં છપાયેલી ‘एक मुहल्ला, एक बकरा’ જાહેરાતનું શું છે સત્ય….

Altered સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દૈનિક જાગરણ સમચારપત્રમાં છપાયેલી એખ જાહેરાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દૈનિક જાગરણ સમચારપત્રમાં એવી જાહેરાત છાપવામાં આવી છે જેમાં એવું લખેલું છે કે, ‘एक मुहल्ला, एक बकरा’ આ એક નવી પહેલ બકરી ઈદ પર દૈનિક જાગરણ દ્વારા કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દૈનિક જાગરણ સમચારપત્રમાં છાપવામાં આવેલી જાહેરાતનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેનું લખાણ એડિટ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં એમાં એવું લખેલું છે કે, ‘एक मुहल्ला, एक होलिका’. જાહેરાતના આ ફોટોને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

NoConversion Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 15 માર્ચ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા જાહેરાતના ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દૈનિક જાગરણ સમચારપત્રમાં એવી જાહેરાત છાપવામાં આવી છે જેમાં એવું લખેલું છે કે, ‘एक मुहल्ला, एक बकरा’ આ એક નવી પહેલ બકરી ઈદ પર દૈનિક જાગરણ દ્વારા કરવામાં આવી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલી જાહેરાત જેવી જ એખ જાહેરાત દૈનિક જાગરણ દ્વારા તેની મુરાદાબાદ આવૃત્તિમાં 4 માર્ચ, 2023 ના રોજ છાપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવું લખવામાં આવ્યું હતું કે, एक मुहल्ला, एक होलिका. 

ઉપરોક્ત માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે તેના લખાણમાં એડિટીંગ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

ઉપરોક્ત एक मुहल्ला, एक होलिका અભિયાન દૈનિક જાગરણ દ્વારા ચલાવવામાં આયું હતું. જેના દ્વારા લોકોને પ્રદૂષણ ના થાય એ માટે ઈકોફ્રેન્ડલી હોળી ઉજવવાની અપીલ કરવામાં આવી હતી. 

આ અભિયાનને લગતા સમાચાર દૈનિક જાગરણ દ્વારા 8 માર્ચ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

દૈનિક જાગરણની આ પહેલ અંગે હરદોઈ પોલીસ દ્વારા પણ તેના સત્તાવાર ટ્વિટર પર 7 માર્ચ, 2023 ના રોજ ટ્વિટ કરવામાં આવી હતી.

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દૈનિક જાગરણ સમચારપત્રમાં છાપવામાં આવેલી જાહેરાતનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેનું લખાણ એડિટ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં એમાં એવું લખેલું છે કે, ‘एक मुहल्ला, एक होलिका’. જાહેરાતના આ ફોટોને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો દૈનિક જાગરણ સમાચારપત્રમાં છપાયેલી ‘एक मुहल्ला, एक बकरा’ જાહેરાતનું શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Altered