શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યુ છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ તેમજ અન્ય વિવિધ માધ્યમોથી લોકો સુધી પોતાના વિચારો પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં આમ આદમી પાર્ટીના ત્રણ નેતાનો હાથમાં બેનર પકડલો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે બેનરમાં લખેલુ છે કે, “દારૂબંધી દૂર કરો આંદોલન આમ આદમી પાર્ટી”. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરવાને લઈ આંદોલનનું એલાન કરવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. કારણ કે, ઓરિજનલ ફોટોમાં વીજળી સસ્તી કરો આંદોલન આમ આદમી પાર્ટી લખેલુ છે. દારૂબંધી દૂર કરવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ketan Savaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરવાને લઈ આંદોલનનું એલાન કરવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આગામી 15 જુને વીજળી ફ્રી મળવી જોઈએ તેના માટે જિલ્લાના મુખ્યમથકો પર આવેદનપત્ર આપશે. તેમજ મીડિયા બ્રિફિગ કરાશે. 16 જૂનથી 24 જૂન સુધી મહા જનસંપર્ક કરવામાં આવશે. જેમાં પદયાત્રા, રેલી કરી વીજળીનો મુદ્દો ઉઠાવશે. 24 કલાક લોકોને ફ્રી વીજળી મળવી જોઈએ.

દિવ્યભાસ્કર | સંગ્રહ

તેમજ ઓરિજનલ ફોટો ઇસુદાન ગઢવી દ્વારા તેમના ફેસબુક પેજ પર પણ અપલોડ કર્યો હતો. જેમાં લખેલુ વાંચવા મળે છે કે, “વીજળી સસ્તી કરો આંદોલન આમ આદમી પાર્ટી” આ ફોટો તમે નીચે જોઈ શકો છો.

ફેસબુક | સંગ્રહ

આમ આદમી પાર્ટી ગુજરાતના ઓફિશિયલ પેજ પર પણ આ પ્રેસ કોન્ફરન્સનો વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ ઓરિજનલ ફોટો અને વાયરલ ફોટો વચ્ચેનો તફાવત પણ તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. કારણ કે, ઓરિજનલ ફોટોમાં વીજળી સસ્તી કરો આંદોલન આમ આદમી પાર્ટી લખેલુ છે. દારૂબંધી દૂર કરવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Altered