શું ભાજપના કાર્યકરો પાર્ટી પ્રચાર માટે પોલીસ વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ઈન્ટરનેટ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે કેટલાક લોકોને પોલીસની ગાડી માંથી ભાજપનો ઝંડો લહેરાવતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ ભાજપ માટે પ્રચાર કરી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ભાજપના કાર્યકરો પાર્ટીના પ્રચાર માટે પોલીસના વાહનોનો ઉપયોગ કરતા નથી. પરંતુ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી રહી છે તે દરમિયાન તેઓ ભાજપના ઝંડા લહેરાવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

वतन ए आजादी आजादी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોલીસ ભાજપ માટે પ્રચાર કરી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

પહેલા અમે ફેસબુક પર કીવર્ડ સાથે સર્ચ કર્યું હતુ. દરમિયાન અમને ત્યાં 28 માર્ચે ઝીતેલુગુ ન્યૂઝના પેજ પર આ જ વિડિયો જોવા મળ્યો હતો. સાથે માહિતી આપતા લખવામાં આવ્યું હતુ કે, “પોલીસના વાહનો પર બીજેપીના ઝંડા.

Archive

જેમાં રિપોર્ટર કહી રહ્યા છે કે, પોલીસે ભાજપના કેટલાક કાર્યકરોની ધરપકડ કરી હતી અને તેઓએ કારમાંથી પોતાની પાર્ટીનો ઝંડો લહેરાવ્યો હતો. વાયરલ વિડિયોમાં પોલીસની ગાડી પર રાચકોંડા પોલીસ લખેલું છે. તમે નીચેના ફોટોમાં જોઈ શકો છો.

ત્યારપછી અમે હૈદરાબાદના રાચાકોંડા પોલીસ કમિશનર મહેશ ભાગવત દ્વારા રાચાકોંડા પોલીસના આઈટી સેલના ઈન્સ્પેક્ટર શ્રીધર રેડ્ડીનો સંપર્ક કર્યો. તેમણે અમને આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, “આ વિડિયોને લઈને જે દાવો વાયરલ થઈ રહ્યો છે તે બિલકુલ ખોટો છે. વાસ્તવમાં, મડગુલા નામના વિસ્તારમાં, કેટલાક લોકો વીજળીના ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા હતા અને તેમની વચ્ચે ભાજપના કેટલાક કાર્યકરો પણ હતા. પોલીસે તેમની ત્યાંથી ધરપકડ કરી હતી જેથી પ્રદર્શન હિંસક ન બને અને તેને પોલીસ કારમાં લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યાર બાદ તે કાર્યકરોએ કારની બહાર ભાજપના ઝંડા લહેરાવ્યા હતા. આ બધુ ગડબડમાં પોલીસના ધ્યાને આવ્યું ન હતું. કેટલાક લોકોએ તેને ફોનથી શૂટ કરીને ખોટા દાવા સાથે ઇન્ટરનેટ પર વાયરલ કરી દીધું હતું. આ લોકો વિરૂદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો અને આમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં વાયરલ થઈ રહેલા વિડિયોને લઈને કરવામાં આવેલો દાવો ખોટો છે. હકીકતમાં, પોલીસ ભાજપના કેટલાક કાર્યકરોની ધરપકડ કરી અને તેમને લઈ જઈ રહી છે. અને તે દરમિયાન ભાજપના કાર્યકરોએ પોલીસની ગાડીમાંથી પાર્ટીનો ઝંડો લહેરાવ્યો હતો.

Avatar

Title:શું ભાજપના કાર્યકરો પાર્ટી પ્રચાર માટે પોલીસ વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False