શું ખરેખર સોમનાથ મંદિર પાસેના ત્રિવેણી સંગમની આ ઘટના છે.? જેમાં મહિલાનું મોત થયુ છે…..? જાણો શું છે સત્ય………

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

News of Paddhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘*ત્રિવેણી સંગમ સોમનાથ મંદિરની બાજુમાં તંત્રની બેદરકારીને લઇને યાત્રાળુ મહિલા મૃત્યુ ને ભેટી વધારેમાં વધારે શેર કરો જેથી તંત્ર જાગે *વધુ અપડેટ માટે પડધરી યુ ટ્યુબ ચેનલ ને સબક્રાયબ કરો અને આ વિડીયો ને તમારા વોટ્સઅપ ગ્રુપ માં સેન્ડ* કરો*’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 27 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ ઘટના સોમનાથ મંદિર નજીકના ત્રીવેણી સંગમ પાસે બની હતી જેમાં એક મહિલાનું મોત થવા પામ્યુ હતુ.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટ સોશિયલ મિડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી ખૂબ જ જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી આ વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને બે યુ-ટ્યુબ યુઝર દ્વારા જાન્યુઆરી-2019 અને ફેબ્રુઆરી-2019ના આ વિડિયો શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. પરંતુ આ બંને યુઝર દ્વારા આ વિડિયો ક્યાનો છે. તે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જે બંને વિડિયો તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી એ તો નિશ્ચિત થઈ ગયુ હતુ કે, આ ઘટના હાલની નથી. છતાં પણ અમે અમારી પડતાલને મજબુત કરવા ગીરસોમનાથ જિલ્લાના પોલીસ વડા રાહુલ ત્રિપીઠી જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ધટના ગીર સોમનાથમાં બની નથી. લોકોને વિનંતી છે કે, આ પ્રકારની અફવાઓથી દૂર રહે.”

ત્યારબાદ આ ઘટના દ્વારકા જિલ્લાની હોવાનું જાણવા મળતા અમે ગૂગલ પર ‘દ્વારકામાં આખલાની અડફેટે મહિલાનું મોત’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને આ જ સીસીટીવી સાથે NEWS18 ગુજરાતી દ્વારા 24 જાન્યુઆરી 2019ના પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો દ્વારકાના સુદામા બ્રિજ નજીકનો છે. જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થયા હોવાનું જણવવામાં આવ્યુ હતુ. આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

NEWS 18 GUJARATI | ARCHIVE

આમ, ઉપોપરક્ત પરિણામો પરથી એ સાબિત થાય છે કે, આ ઘટના ગીરસોમનાથ જિલ્લાની નથી. તેમજ તેમા કોઈ મહિલાનું મોત નથી થયુ. આ ઘટના દ્વારકા જિલ્લાની છે. જેમાં એક મહિલા ઘાયલ થઈ હોવાનું સાબિત થાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ઘટના ગીરસોમનાથ જિલ્લાની નથી. તેમજ તેમા કોઈ મહિલાનું મોત નથી થયુ. આ ઘટના જાન્યુઆરી મહિનાની છે અને દ્વારકા જિલ્લાની છે. જેમાં એક મહિલા ઘાયલ થઈ હોવાનું સાબિત થાય છે.

Avatar

Title:શું ખરેખર સોમનાથ મંદિર પાસેના ત્રિવેણી સંગમની આ ઘટના છે.? જેમાં મહિલાનું મોત થયુ છે…..? જાણો શું છે સત્ય………

Fact Check By: Yogesh Karia 

Result: False