Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકામાં NRC લાગુ થઈ ગઈ છે. H1-B વિઝા વાળા બધા ભારતીયો ને 60 દિવસમાં અમેરિકા છોડી અને ભારતમાં આવી જવાનું આવો મોદીનો વિકાસ જુઓ”લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 256 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 14 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 77 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “H1B વિઝા ધરાવતા તમામ ભારતીયોઓએ 60 દિવસમાં અમેરિકા છોડી દેવુ પડશે.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ હાલમાં H1B વિઝાના નિયમો શું છે H1B વિઝા ધારકોએ ક્યારે અમેરિકા છોડવું પડે છે. તે જાણવું જરૂરી જણાતા અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, “H1B વિઝા ધારકો જે સંસ્થા સાથે જોડાયેલા હોય તે સંસ્થા તેમને છૂટા કરે તો આ વિઝા ધારકોએ અમેરિકા રહેવા માટે નોકરી સમાપ્ત થયાના 60 દિવસમાં અન્ય નોકરી શોધી લેવી પડે છે. જો 60 દિવસમાં તે નોકરી ન શોધી શકે તો જ તેમને અમેરિકા છોડવુ પડે છે.”

AMARUJJALA

આમ, ઉપરોક્ત નિયમ મુજબ માત્ર ન માત્ર જે લોકોની નોકરી ગઈ હોય તેમને જ અમેરિકા 60 દિવસમાં મુકવુ પડે છે. પરંતુ હાલમાં કોરોનાના કારણે અમેરિકામાં આઈટી સેકટરના ઘણા લોકોની નોકરી ગઈ હોવાથી જે H1B વિઝા ધારકોની નોકરી ગઈ છે. તેમના દ્વારા વ્હાઈટ હાઉસમાં એક અરજી કરવામાં આવી હતી અને 60 દિવસથી વધારીને 180 દિવસ કરવાની માંગ કરવામાં આવી હતી.

JAGRAN | ARCHIVE

ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “જે લોકોના H1B વિઝા પુરા થતા હશે તેઓ 240 દિવસ અમેરિકામાં રોકાઈ શકશે એટલે કે 8 મહિના સુધી.

DIVYABHASKAR.COM | ARCHIVE

USAVISANOW.COM દ્વારા પણ આ માહિતી શેર કરવામાં આવી હતી. જે તમે નીચે વાંચી શકો છો.

USAVISANOW.COM

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, H1B વિઝા ધારકોને અમેરિકા 60 દિવસમાં છોડી દેવા આદેશ નથી કરવામાં આવ્યો. હાલમાં એ નિયમ હતો કે, જો H1B વિઝા ધારકોની નોકરી જાય તો તેમને 60 દિવસમાં બીજી નોકરી શોધી લેવી પડે છે. અથવા તેમને અમેરિકા છોડી દેવુ પડતુ. હાલમાં આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને 60 દિવસની અવધીને વધારીને 240 દિવસની કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર H1B વિઝા ધારકોને 60 દિવસમાં અમેરિકા છોડી દેવું પડશે...? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: Partly False