વીડિયો જોવા મળતી મહિલા ડો. નાયલા કાદરી બલોચ છે. તે બલૂચિસ્તાનની આઝાદી માટે લડનારા નેતાઓમાંની એક છે. તે પોતાને બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારની વડાપ્રધાન ગણાવે છે.

પાકિસ્તાનની ટીકા કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા ભારતના વખાણ કરતી જોવા મળી રહી છે અને પાકિસ્તાનને માનવાધિકારનું ઉલ્લંઘન કરનાર અને અત્યાચારી ગણાવી રહી છે. આ વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં જોવા મળતી આ મહિલા બલૂચિસ્તાનની પ્રધાનમંત્રી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વીડિયોમાં જોવા મળતી આ મહિલા બલૂચિસ્તાનની પ્રધાનમંત્રી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમને જાણવા મળ્યું કે, વીડિયો પર 'ઓ ન્યૂઝ' હિન્દીનો લોગો છે. જેથી અમે યુટ્યુબ પર આ ચેનલ શોધવાનું શરૂ કર્યું. દરમિયાન અમને 27 જુલાઈ, 2023ના રોજ શેર કરવામાં આવેલો વાયરલ વીડિયો મળ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાનું નામ નાયલા કાદરી છે.

પ્રાપ્ત માહિતીના આધારે, અમે ગૂગલ પર મહિલા વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. દરમિયાન અમને મહિલાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટસ મળ્યા. નાયલા કાદરીએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર પોતાને બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારના વડાપ્રધાન તરીકે ગણાવ્યા છે.

બલુચિસ્તાન

પાકિસ્તાનમાં ચાર મોટા રાજ્ય છે, જેમાનું એક બલુચિસ્તાન છે. જ્યા સર્વોચ્ચ પદ વિધાયક દળના નેતા એટલે કે મુખ્યમંત્રી હોય છે. પાકિસ્તાનમાં પ્રધાનમંત્રીનું પદ એક જ હોય છે. દરેક રાજ્યમાં પ્રધાનમંત્રી નથી હોતા. પાકિસ્તાન વિશે વધુ માહિતી તમે આ લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.

બલુચિસ્તાનના મુખ્યમંત્રી કોણ છે.?

તેમજ બલુચિસ્તાનના હાલના કાર્યવાહક મુખ્યમંત્રી મીર અલી મરદાન ખાન ડોમકી છે. જેમાં ક્યાંય પણ નાયલા કાદરીનું નામ નથી. તમે આ લિંક પર ક્લિક કરી સંપૂર્ણ માહિતી વાંચી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ મહિલાનું નામ ડો. નાયલા કાદરી બલોચ છે. નાયલા કાદરી બલૂચિસ્તાનની આઝાદી માટે લડનારા નેતાઓમાંની એક છે. બલૂચિસ્તાનના વડાપ્રધાન હોવાની વા તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ડો. નાયલા કાદરી બલુચિસ્તાન માટે સંઘર્ષ કરનારી એક નેતા છે... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False