
Rafik Raja નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ₹10000 (1.5 ટન અેસી), શરૂઆત ગુજરાત થી જીઈબી મા અેસી નુ વેચાણ 17.7.2019 થી બીલ ઉપર મલશે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 186 લોકોએ લાઈક કરી હતી. 44 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 657 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જીઈબી દ્વારા આ રીતે ફક્ત 10000 રૂપિયામાં 1.5 ટનના એસીના વેચાણની કોઈ માહિતી બહાર પાડવામાં આવી જ હોત તો કોઈને કોઈ મીડિયા દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવી જ હોત. જેથી આ પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ જીઈબીમાં મળશે 10000 રૂપિયામાં એસી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતી અંગે કોઈ ઠોસ પરિણામ પ્રાપ્ત થયા ન હતા. તેથી અમે યુટ્યુબનો સહારો લીધો હતો અને જીઈબીમાં મળશે 10000 રૂપિયામાં એસી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં પણ અમને કોઈ ઠોસ માહિતી ન મળતાં અમે અમારી તપાસ આગળ વધારી હતી. અમારી વધુ તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે, ખૂબ જ વાયરલ થયેલા આ મેસેજને પગલે લોકો ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન વીજ કંપનીઓની ઓફિસોમાં તપાસ કરવા લાગ્યા હતા અને કોલ પણ કરવા લાગ્યા હતા જેને પગલે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લોકોના આ ત્રાસને પગલે આ મેસેજનો ખુલાસો કરતો એક પરિપત્ર બહાર પાડવમાં આવ્યો હતો. જેમાં લખેલું હતું કે, વીજ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે કોઈ ઈસમ દ્વારા આવો ખોટો મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે. આવી કોઈ પણ યોજના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન વીજ કંપનીઓ જેવી કે, મધ્ય ગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં અમલમાં નથી. આ બંને પરિપત્રો તમે નીચે જોઈ શકો છો.

આ ઉપરાંત કેટલાક મીડિયા માધ્યમો દ્વારા પણ વાયરલ થયેલા આ મેસેજને ખોટો સાબિત કરતા સમાચાર પ્રસારિત કર્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
Zee 24 Kalak | Divya Bhaskar | Gujarat Samachar | Mantavya News | Sandesh |
Archive | Archive | Archive | Archive | Archive |
અમારા સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, જીઈબી દ્વારા આ પ્રકારે કોઈ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. પોસ્ટમાં દર્શાવવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પોસ્ટમાં દર્શાવવામાં આવેલી ખોટી માહિતીનું લેખિતમાં ખંડન કરવામાં આવ્યું છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર જીઈબીમાં 10,000 રુપિયામાં મળશે 1.5 ટનનું એસી…? જાણો સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
