
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને થપ્પડ મારી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને એક મહિલાએ થપ્પડ મારી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sanj Samachar નામના ફેસબુક પેજ દ્વારા 22 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં એવું લખવામાં આવ્યું છે કે, #video ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને એક મહિલાએ થપ્પડ લગાવી: રાષ્ટ્રપતિ એક ગામમાં ગયા હતા જ્યાં તેઓ હોટલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓ સાથે વાતચીત કરવાના હતા, તે સમયે એક મહિલાએ અચાનક આવી તેને થપ્પડ લગાવી. #SanjSamachar #france #EmanuelMacron. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને એક મહિલાએ થપ્પડ મારી તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 8 જૂન, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને એક જગ્યાએ સ્વાગત સમયે ટોળામાં ઉભેલી એક મહિલાએ થપ્પડ લગાવી હતી.
આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. NBC News | The Straits Times
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર GS TV દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

Title:જાણો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મહિલાએ મારેલા થપ્પડના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
