શું ખરેખર ટ્રાન્સલેટર રાહુલ ગાંધીથી કંટાળીને મંચ છોડીને ભાગી ગયા…? જાણો શું છે સત્ય..
રાહુલ ગાંધીથી કંટાળીને નહીં પરંતુ લોકો દ્વારા હિન્દી સમજમાં આવતુ હોય અને રાહુલ ગાંધીને હિન્દીમાં જ તેમની સ્પીચ ચાલુ રાખવાનું જણાવવામાં આવ્યુ હતુ. તેથી ભરતસિંહ સોલંકી બેસી ગયા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, જેઓ હાલમાં ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે, તેઓ સુરત અને રાજકોટમાં રેલીઓમાં જોડાયા હતા.
આ જ પૃષ્ટભૂમિ વચ્ચે રાહુલ ગાંધીના સંબોધન દરમિયાન ગુજરાતી અનુવાદક (ભરતસિંહ સોલંકી) સ્ટેજને અધવચ્ચેથી જતો દર્શાવતો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી કરવામાં આવી રહ્યો છે કે, “અનુવાદક સ્ટેજ છોડીને ચાલ્યો ગયો કારણ કે તે રાહુલ ગાંધી શું કહેવા માંગે છે તે સમજવામાં અસમર્થ હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Chuntli Express - ચૂંટલી એક્સપ્રેસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અનુવાદક સ્ટેજ છોડીને ચાલ્યો ગયો કારણ કે તે રાહુલ ગાંધી શું કહેવા માંગે છે તે સમજવામાં અસમર્થ હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ રાહુલ ગાંધીની આ સ્પીચ ક્યાંની છે તે જાણવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, આ સ્પીચ રાહુલ ગાંધીની સુરત શહેરની છે.
જેનો ઓરિજનલ વિડિયો અમે શોધ્યો હતો અમને ઓરિજનલ વિડિયોમાં વાયરલ વિડિયોનો ભાગ પ્રાપ્ત થયો હતો. ઓરિજનલ વિડિયોમાં 37.41 મિનિટથી વાયરલ વિડિયોનો ભાગનો શરૂ થાય છે.
દરમિયાન લગભગ 38:07 મિનિટમાં પ્રેક્ષકોએ રાહુલ ગાંધીને હિન્દીમાં બોલવાનું ચાલુ રાખવા કહેતા સાંભળી શકાય છે - સૂચવે છે કે તેમને તેમના સંબોધનના ગુજરાતી ટ્રાન્સલેટની જરૂર નથી.
આ દરમિયાન અનુવાદક સહેજ હકારમાં જોઈ શકાય છે, જે પછી તે રાહુલ ગાંધીને કહે છે કે રાહુલ ગાંધી હિન્દીમાં બોલે તો સારૂ છે, અને પ્રેક્ષકો તેને સમજે છે. પ્રેક્ષકોએ ગાંધીજીને ભાષાંતર કર્યા વિના હિન્દીમાં તેમનું સંબોધન ચાલુ રાખવા કહ્યું તે પછી જ (ટ્રાન્સલેટર) ભરતસિંહ સોલંકી ત્યાંથી ચાલ્યા જાય છે. રાહુલ ગાંધી પછી તેની પુષ્ટિ કરે છે, અને તેમનું સંબોધન ચાલુ રાખે છે.
તેમજ અમે વધુ સર્ચ કરતા અમને મિડિયા અહેવાલ પણ પ્રાપ્ત થયા હતા જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, જે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં છે, તેમના ભાષણ દરમિયાન એક વ્યક્તિએ તેમને અટકાવ્યા હતા. આ વ્યક્તિએ ભાષણ દરમિયાન રાહુલ ગાંધીને અટકાવ્યા અને તેમને હિન્દીમાં ચાલુ રાખવા અને અનુવાદકનો ઉપયોગ ન કરવા કહ્યું. વિક્ષેપ પહેલા, રાહુલ ગાંધી તેમના હિન્દી વાક્યોનું ગુજરાતીમાં અનુવાદ કરવા માટે તેમના અનુવાદક તરફ વળ્યા હતા."
તેમજ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ખુદ ટ્વિટ કરી અને જણાવ્યુ હતુ કે, તેમણે રાહુલ ગાંધીના સંબોધનનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું બંધ કર્યું કારણ કે, શ્રોતાઓ તેમનુ ભાષણ હિન્દીમાં જ સાંભળવા માંગતા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રાહુલ ગાંધીથી કંટાળીને નહીં પરંતુ લોકો દ્વારા હિન્દી સમજમાં આવતુ હોય અને રાહુલ ગાંધીને હિન્દીમાં જ તેમની સ્પીચ ચાલુ રાખવાનું જણાવવામાં આવ્યુ હતુ. તેથી ભરતસિંહ સોલંકી બેસી ગયા હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર ટ્રાન્સલેટર રાહુલ ગાંધીથી કંટાળીને મંચ છોડીને ભાગી ગયા...? જાણો શું છે સત્ય..
Fact Check By: Frany KariaResult: Missing Context