શું ખરેખર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ફ્રી રાશન સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

યુપી વિધાનસભાની ચૂંટણીના 10 માર્ચના રોજ પરિણામ આવ્યા હતા જેમાં ભાજપાનો વિજય થયો હતો. તે બાદ પણ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પૃષ્ટભૂમિ વચ્ચે સોશિયલ મિડિયામાં એક આજતક ન્યુઝ ચેનલ સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “अब फ्री राशन नहीं मिलेगा!” આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે હવે ફ્રી રાશન નહિં મળે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સ્ક્રિન શોટ એડિટ કરેલો છે. જેની સાથે શેર કરવામાં આવેલી માહિતી પણ તદ્દન ખોટી છે. ફ્રી રાશન યોજના હાલમાં યુપીમાં ચાલુ જ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

હંસરાજ એ કંઝારીયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે હવે ફ્રી રાશન નહિં મળે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા મિડિયા અહેવાલ (Patrika.com, Zee News) પ્રાપ્ત થયા હતા. જેમા માહિતી આપવામાં આવી હતી કે, “ફ્રી રાશન યોજના પહેલા ડિસેમ્બર 2021 સુધી હતી જે વધારી ને માર્ચ 2022 સુધી કરવામાં આવી હતી અને આ યોજનાની અવધીને 2024ની લોકસભાની ચૂંટણી સુધી વધારી શકાય છે. જે અંગે યોગી સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાય શકે છે.

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઓરિજનલ ન્યુઝ પ્લેટ પણ પ્રાપ્ત થઈ હતી. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, “હવે એપ્રિલ મહિના સુધી ફ્રી રાશન મળશે.” જે ન્યુઝ પ્લેટમાં એડિટ કરી અને સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે. આ  ન્યુઝ પ્લેટ તમે નીચે જોઈ શકો છો.

યુટ્યુબ લિંક

ઓરિજનલ ન્યુઝ પ્લેટ અને એડિટેડ ન્યુઝ પ્લેટ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા માટે અમે યુપીના ફુડ કમિશ્રનર મનીષ ચૌહાણનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ યોજના હાલમાં ચાલુ જ છે. તેમજ આ યોજનાને આગામી સમયમાં પણ ચાલુ રાખવાનું સરકાર વિચારી રહી છે. જેનો નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સ્ક્રિન શોટ એડિટ કરેલો છે. જેની સાથે શેર કરવામાં આવેલી માહિતી પણ તદ્દન ખોટી છે. ફ્રી રાશન યોજના હાલમાં યુપીમાં ચાલુ જ છે.

Avatar

Title:શું ખરેખર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ફ્રી રાશન સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય…. ?

Fact Check By: Yogesh Karia 

Result: False