ગુજરાતી લેપટોપ ‎નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં સ્ટડિયમમાં બેઠેલા લોકો સાથે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જીતેગા ભાઈ જીતેગા...કેજરીવાલ જીતેગા ??? આજ ની મેચ નો વીડિયો ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 157 લોકોએ લાઈક કરી હતી. તેમજ 46 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.07.05-12-59-08.png

Facebook Post | Archive | Photo Archive | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે જો ખરેખર આ વીડિયો 2019 માં રમાઈ રહેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચનો હોય અને એમાં આ રીતે ‘જીતેગા ભાઈ જીતેગા… કેજરીવાલ જીતેગા’ ના નારા લાગ્યા હોય તો કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા આ વીડિયોને સમાચારમાં પ્રસારિત કરવામાં આવ્યો જ હોય એ જાણવા માટે સૌ પ્રથમ અમે વીડિયોનો સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.07.05-13-27-09.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો અંગે કોઈ જ માહિતી પ્રાપ્ત થી ન હતી. તેથી અમે વીડિયોને ધ્યાનથી નિરીક્ષણ કર્યું તો અમને એ માલૂમ પડ્યું કે, વીડિયોમાં દેખાતું સ્ટેડિયમ એડિલેડનું છે જ્યારે વર્લ્ડકપ 2019 માં 16 જૂનના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે જે મેચ રમાઈ હતી તે માન્ચેસ્ટરના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ બંને સ્ટેડિયમ તમે નીચે જોઈ શકો છો.

2019-07-05.png

ઉપરોક્ત બંને ફોટોના તફાવતમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વીડિયોમાં દેખાતું સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાનું એડિલેડનું છે. જ્યારે વર્લ્ડકપ 2019 માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ ઈન્ગ્લેન્ડના માન્ચેસ્ટર સ્ટેડિયમમાં રમાઈ હતી. અમારી વધુ તપાસમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, વીડિયોમાં 28 થી 29 સેકન્ડ પર સ્ટેડિયમમાં Icc Cricket World Cup 2015 પણ લખેલું છે. જે તમે નીચેના ફોટોમાં જોઈ શકો છો.

2019-07-05 (2).png

અમારી વધુ તપાસમાં અમને એ પણ જાણવા મળ્યું કે, વર્ષ 2015 માં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પણ હતી એ સમયે ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવેલો વીડિયો વાયરલ થયો હતો. ચૂંટણી અંગેના સમાચારનો વીડિયો તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સાબિત થાય છે કે, પોસ્ટમાં દર્શાવેલો વીડિયો 2019 ના વર્લ્ડકપનો નહીં પરંતુ 2015 ના વર્લ્ડકપનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો 2019 ના વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે માન્ચેસ્ટર સ્ટેડિયમમાં રમાયેલી મેચનો નહીં પરંતુ 2015 ના વર્લ્ડકપમાં એડિલેડના મેદાનમાં રમાયેલી મેચનો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર વર્લ્ડકપ 2019 ની ભારત-પાકિસ્તાનની મેચમાં લાગ્યા ‘કેજરીવાલ જીતેગા’ ના નારા...? જાણો સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False