ભૂતકાળમાં જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે હોળી દરમિયાનના ક્રાર્યક્રમનો આ જૂનો વીડિયો છે.

આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ અને અન્ય લોકોની હાજરીમાં ગાયત્રી મંત્ર ગાતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીનો દાવો કરી રહ્યા છે કે, “પાકિસ્તાનના નવા નિયુક્ત વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહની શરૂઆત ગાયત્રી મંત્રથી કરવામાં આવી.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનના નવા નિયુક્ત વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહની શરૂઆત ગાયત્રી મંત્રથી કરવામાં આવી.”

Instagram | IN post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ધ્યાનથી વીડિયો સાંભળતા શરૂઆતમાં એન્કરે નરોડા માલિની સાહિબાને હોળીની વિધિના અવસર પર ગાયત્રી મંત્રનો પાઠ કરવા આમંત્રણ આપ્યું હતું. આ પછી નરોડા માલિનીએ બધાને હોળીની શુભકામનાઓ પાઠવી અને પીએમ નવાઝ શરીફની હાજરીમાં ગાયત્રી મંત્રનો પાઠ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી.

જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો નવાઝ શરીફના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં હોળી દરમિયાન આયોજિત એક કાર્યક્રમનો છે.

સંબંધિત કીવર્ડના પરિણામે અમને વર્ષ 2017માં ઇન્ડિયા ન્યૂઝ નેશનલની અધિકૃત યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલી આ જ ઇવેન્ટની એક નાની ક્લિપ પ્રાપ્ત થઈ હતી. જે અનુસાર, પાકિસ્તાનમાં હોળીના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં ગાયત્રી મંત્રનો પાઠ કરવામાં આવ્યો હતો. પીએમ નવાઝ શરીફ પણ સ્થળ પર હાજર હતા. ગાયત્રી મંત્રનું ગાન નરોધા માલિનીએ કર્યું હતું. 

અમને એ પણ જાણવા મળ્યું કે નવાઝ શરીફે 5 જૂન 2013 થી 28 જુલાઈ 2017 સુધી પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. 

ઉપરોક્ત તથ્યો પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો પાકિસ્તાનના વડાપ્રધાનના શપથ સમારોહ સાથે સંબંધિત નથી. આ જુનો વીડિયો છે.

શું શપથવિધિ દરમિયાન ગાયત્રી મંત્રનો પાઠ કરવામાં આવ્યો હતો.?

અમને પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શહેબાઝ શરીફના શપથ ગ્રહણ સમારોહનો એક વીડિયો મળ્યો. અમે સંપૂર્ણ વિડિયો જોયો અને સમારંભ દરમિયાન ગાયત્રી મંત્ર વગાડવામાં આવ્યો હોય અથવા પઠવામાં આવ્યો હોય તેવી કોઈ ક્ષણ મળી ન હતી. નીચે તમે વીડિયો જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ 2017નો જૂનો વીડિયો છે જ્યારે નવાઝ શરીફ દેશના વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાનમાં હોળીના અવસર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ભૂતકાળમાં જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે હોળી દરમિયાનના ક્રાર્યક્રમનો આ જૂનો વીડિયો છે.

Written By: Frany Karia 

Result: False

Leave a Reply