શું ખરેખર અસદુદ્દીન ઓવૈસી અને રાજાસિંહ દ્વારા આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

False રાજકીય I Political

Harish H Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019ના રોજ I M WITH YOGI ADITYANATHપબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં અસદુદ્દીન ઓવૈસીના ફોટો સાથે એવું લખેલું છે કે हमारे धर्म में गाय काटना जायज बताया गया है. જ્યારે એની નીચે બીજો ફોટો રાજાસિંઘનો છે અને એ ફોટો સાથે એવું લખેલું છે કે, और हमारे धर्म में गाय काटने वालों का सिर काटना सध्दर्म जायज बताया गया है.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 923 લોકોએ લાઈક કરી હતી. 48 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 90 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.07.02-10-10-02.png

Facebook Post | Archive | Photo Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે જો અસદુદ્દીન ઓવૈસી અને રાજાસિંઘ દ્વારા આ પ્રકારે વિવાદિત નિવેદન આપવામાં આવ્યા હોવાની માહિતી સાચી હોય તો કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એ જાણવા માટે સૌ પ્રથમ અમે ગુગલનો સહારો લઈ हमारे धर्म में गाय काटना जायज बताया गया है : असदुद्दीन ओवैसी સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.07.02-10-30-32.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી પ્રાપ્ત થી ન હતી.. ત્યાર બાદ અમે ફરી ગુગલનો સહારો લઈ અંગ્રેજીમાં Asaduddin Owaisi statement on cow in 2019 સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.07.02-11-09-18.png

Archive

ઉપરના પરિણામોમાં અમને સ્ક્રોલ.ઈન દ્વારા 26 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખેલું હતું કે, જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખરેખર મુસ્લિમોની પરવાહ હોય તો ગૌ રક્ષકો દ્વારા અલ્પસંખ્યકોને મારવાના બનાવો કેમ બંધ નથી કરતા? આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-scroll.in-2019.07.02-11-17-22.png

Archive

આ ઉપરાંત અમે વધુ તપાસમાં અસદુદ્દીન ઓવૈસીના ફેસબુક અને ટ્વિટર પર પણ આ માહિતીની તપાસ કરી હતી પણ ત્યાં પણ અમને પોસ્ટના દાવા પ્રમાણેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

આમ ઉપરના તમામ પરિણામોમાં અમને ક્યાંય પણ અસદુદ્દીન ઓવૈસી દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું કોઈ જ નિવેદન પ્રાપ્ત થયું ન હતું. 

ત્યાર બાદ અમે આગળની તપાસમાં બીજા ફોટોની માહિતી મેળવવા પ્રયત્ન કરતાં સૌ પ્રથમ ગુગલનો સહારો લઈ हमारे धर्म में गाय काटने वालों का सिर काटना सध्दर्म जायज बताया गया है : राजासिंघ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.07.02-11-27-12.png

Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ રાજાસિંઘ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું કોઈ જ નિવેદન આપ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ફરી ગુગલનો સહારો લઈ અંગ્રેજીમાં Rajasingh statement on cow in 2019 સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.07.02-11-36-05.png

Archive

ઉપરના પરિણામોમાં અમને રાજાસિંઘ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું કોઈ જ નિવેદન પ્રાપ્ત થયું ન હતું પરંતુ અમને ન્યૂઝ 18 દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં રાજાસિંઘે એવું કહ્યું હતું કે, ગાયને જ્યાં સુધી ‘રાષ્ટ્રમાતા’ ઘોષિત કરવામાં નહીં આવે ત્યાં સુધી મોબ લિંચીંગ નહીં અટકે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.news18.com-2019.07.02-11-45-27.png

Archive

અમારી વધુ તપાસમાં અમે રાજાસિંઘના ટ્વિટર પર પણ પોસ્ટમાં દર્શાવેલી માહિતીને શોધવાની કોશિશ કરી હતી તો ત્યાં પણ અમને આ પ્રકારે કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

આમ અમારા તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, અસદુદ્દીન ઓવૈસી અને રાજાસિંઘ દ્વારા આ પ્રકારે કોઈ જ નિવેદન આપવામાં નથી આવ્યું. વધુમાં અમારી જ મરાઠી ટીમ દ્વારા આ જ માહિતીની સત્યતા ચકાસવામાં આવી છે જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

Fact Crescendo Marathi

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, અત્યાર સુધી અસદુદ્દીન ઓવૈસી અને રાજાસિંઘ દ્વારા એકબીજાના વિરોધમાં આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં નથી આવ્યું.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર અસદુદ્દીન ઓવૈસી અને રાજાસિંહ દ્વારા આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •