શું ખરેખર નરેન્દ્ર મોદી અંબાણી પરિવારના પૌત્રને જોવા હોસ્પિટલમાં ગયા હતા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હોસ્પિટલમાં ઉભા હોય તેવો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઉભેલા જોવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુકેશ અંબાણીના પૌત્રને મળવા હોસ્પિટલમાં ગયા હતા તે સમયનો ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2014નો છે. નરેન્દ્ર મોદી દ્વારા એચ.એન. ફાઉન્ડેશન નામની હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ. તે સમયનો ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Thakor Vijay નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુકેશ અંબાણીના પૌત્રને મળવા હોસ્પિટલમાં ગયા હતા તે સમયનો ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયા ટુડેનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ ફોટો 2014 નો છે. આ ફોટોનો ઉપયોગ 25 ઓક્ટોબર 2014 ના રોજ ઈન્ડિયા ટુડે વેબસાઇટ પર પ્રકાશિત થયેલા સમાચારોમાં કરવામાં આવ્યો છે.

India Today | Archive

આ અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તે સમયનો હોસ્પિટલની મુલાકાત લીધી હતી તે સમયનો ફોટો છે. તમે ઉદ્ઘાટન સમારોહનો સંપૂર્ણ વિડિયો અહીં જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2014નો છે. નરેન્દ્ર મોદી દ્વારા એચ.એન. ફાઉન્ડેશન નામની હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ. તે સમયનો ફોટો છે.

Avatar

Title:શું ખરેખર નરેન્દ્ર મોદી અંબાણી પરિવારના પૌત્રને જોવા હોસ્પિટલમાં ગયા હતા…?

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •