શું ખરેખર નીતિ આયોગ અને AIIMSની ટીમે સુરત માં લોકડાઉન લાદવાની ભલામણ કરી….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

જગતનો તાત ખેડૂત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. સુરત જિલ્લા માં આગમી 48 કલાકમાં લોકડાઉન ના ચક્રો ગતિમાન શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નીતિ આયોગ અને એઈમ્સની ટીમે કેન્દ્ર સરકારને સુરતમાં લોકડાઉનની લાદવાની ભલામણ કરી.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ABP અસ્મિતાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ સમાચાર પાયાવિહોણા છે અને આ પ્રકારે લોકડાઉન કરવાની કોઈ ભલામણ કરવામાં આવી નથી. જે તમે નીચે જોઈ શકો છો. 

ABP ASMITA | ARCHIVE

તેમજ અમને પીઆઈબી ગુજરાત દ્વારા તેમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ અમને પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “નીતિ આયોગ અને કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલય દ્વારા આ સમાચાર ખોટા હોવાની પુષ્ટી કરવામાં આવી છે.

તેમજ અમે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બન્છા નિધિ પાનીનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે લોકડાઉન અંગેની કોઈ ભલામણ કરવામાં નથી. આ તદ્દન ખોટી વાત છે અને અફવા છે.

પરિણામ

આમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે સુરતમાં લોકડાઉન કરવાની કોઈ ભલામણ કરવામાં નથી. આ સમાચાર સત્ય વેગળા છે.  

Avatar

Title:શું ખરેખર નીતિ આયોગ અને AIIMSની ટીમે સુરત માં લોકડાઉન લાદવાની ભલામણ કરી….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False