શું ખરેખર રાહુલ ગાંધીની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા…? જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વીડિયો વર્ષ 2017માં ગાંધીનગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત નવસર્જન જનદેશ મહાસંમેલન દરમિયાનનો છે. જેને ડિજટલી એડિટ કરવામાં આવ્યો છે અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારના પડઘમ વગાડી દેવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં તમામ વિરોધી પાર્ટીઓને ટાર્ગેટ કરી અને પોસ્ટ મુકવામાં આવી રહી છે. આ જ વચ્ચે એક રાહુલ ગાંધીની રેલીનો 41 સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના અહમદનગરમાં રાહુલ ગાંધીની રેલીમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. “જ્યારે અલ્પેશ ઠાકોરે જનતાને રાહુલ ગાંધી ઝિંદાબાદ કહેવાનું કહ્યું, ત્યારે લોકો દ્વારા મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જ્યારે અલ્પેશ ઠાકોરે જનતાને રાહુલ ગાંધી ઝિંદાબાદ કહેવાનું કહ્યું, ત્યારે લોકો દ્વારા મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

આ વીડિયો પ્રથમ તો એ શંકા ઉભી કરે છે કે, કોંગ્રેસની રેલીમાં અલ્પેશ ઠાકોર કેમ હાજર છે.? કારણ કે, અલ્પેશ ઠાકોર ગત વર્ષે ભાજપાની ટિકિટ વિધાનસભાની ચૂંટણી લડી ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય બન્યા.  

તેથી અમે આગળ તપાસ વધારી હતી અને કીવર્ડ સાર્ચ કરતા અમને 24 ઓક્ટોબર 2017ના “ગાંધીનગરમાં નવસર્જન માનવસંમેલન” કેપ્શન સાથે ગુજરાત કોંગ્રેસની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો એક વીડિયો મળ્યો હતો. લગભગ દોઢ કલાક લાંબા વીડિયોની 33 મિનિટે વાયરલ થયેલો વિડિયો જોવા મળે છે, જે સ્પષ્ટ કરે છે કે આ વીડિયો જૂનો છે. 

વાયરલ ક્લિપ સાથે મૂળ વીડિયો ક્લિપની સરખામણી કરતા સમજી શકાય છે કે અલગ એડિટીંગ દ્વારા ક્લિપમાં “મોદી-મોદી” ઉમેરવામાં આવ્યું છે. મૂળ વીડિયોમાં જ્યારે અલ્પેશ ઠાકોરે લોકોને રાહુલ ગાંધીના સમર્થનમાં નારા લગાવવાનું કહ્યું ત્યારે ત્યાં હાજર લોકો “રાહુલ ગાંધી ઝિંદાબાદ” ના નારા લગાવતા જોવા મળ્યા હતા.

વધુ તપાસમાં, કોંગ્રેસ દ્વારા “નવસર્જન જનદેશ મહાસંમેલન ગાંધીનગર” સંબંધિત બીબીસી દ્વારા 23 ઓક્ટોબર 2017ના રોજ પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગુજરાત ચૂંટણી પહેલા ગાંધીનગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત નવસર્જન જનદેશ મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર વિધિવત રીતે પાર્ટીમાં જોડાયા હતા.

તેમજ તમને જણાવી દઈએ કે 4 જુલાઈ 2019ના રોજ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા હતા.”

23 ઓક્ટોબર 2017ના રોજ ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત અહેવાલમાં રેલીના લાઈવ અપડેટ્સ આપવામાં આવ્યા છે. રેલીના દ્રશ્યો સાથેના અહેવાલમાં જણાવાયું છે કે રાહુલ ગાંધી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર સાથે રેલીમાં પહોંચ્યા હતા, જ્યાં તેમનું જોરથી તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં ક્યાંય પણ લોકો “મોદી-મોદી” ના નારા લગાવી રહ્યા હોવાની કોઈ માહિતી નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો વર્ષ 2017માં ગાંધીનગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત નવસર્જન જનદેશ મહાસંમેલન દરમિયાનનો છે. જેને ડિજટલી એડિટ કરવામાં આવ્યો છે અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર રાહુલ ગાંધીની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Altered