
“N R BHUVA PATIDAR PAGE” દ્વારા 2 એપ્રિલના પ્રધાન મંત્રીના ફોટો સાથે ABP NEWSના હવાલાથી એક સમાચાર સાથે ની પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં પ્રધાન મંત્રી મોદીએ “मुझे सरदार पटेल से सख्त नफरत है, वोटोके लिए बनाया मूर्ति – मोदी” નિવેદન કર્યું હોવાનું જણાવ્યું હતું,

ઉપરોક્ત પોસ્ટ અંગે સત્યતા તપાસવા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી અને સૌપ્રથમ અમે ગૂગલની મદદ લીધી હતી અને “modi statement on sadar patel” લખી અને ગૂગલ પર સર્ચ કરતા ઘણા પરિણામો અમને મળ્યા હતા.
ઉપરોક્ત પરિણામો માંથી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં આપેલી ૪૯ મિનીટની સ્પીચ અમે સાંભળી હતી, પરંતુ “N R BHUVA PATIDAR PAGE” નામના પેજ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે, તેવો એક પણ શબ્દ પ્રધાન મંત્રી બોલ્યા ન હતા.

પરંતુ આ પોસ્ટની વધુ પડતાલ/તપાસ કાર્યવાહી કરવી જરૂરી હતી, તેથી ABP News ચેનલના સ્થાનિક પત્રકાર સાથે વાત કરી હતી અને ઉપરોક્ત પોસ્ટ તેને બતાવતા તેણે જણાવ્યું હતું કે, આ પોસ્ટમાં દર્શાવવામાં આવેલા અક્ષરના ફોન્ટ અમારી ચેનલના છે જ નહીં અને આ પ્રકારની બ્રેકિંગ પ્લેટ પણ અમે ઉપયોગ કરતા નથી અત્યાર સુધીમાં ક્યારેય અમારી ચેનલમાં આ પ્રકારનું બ્રેકિંગ ચાલ્યું જ ન હોવાનું તેણે જણાવ્યું હતું..

હજુ પણ આ ઉપરોક્ત પોસ્ટની પડતાલ/તપાસ કાર્યવાહી કરવી જરૂરી જણાતા અમે એક ગ્રાફિક ડિઝાઈનરનો સંપર્ક કર્યો હતો, તેણે અમને જણાવ્યું હતું કે, આ ફોટોમાં એડીટીંગ કરવામાં આવ્યું છે, અને જુદી-જુદી જગ્યાએથી અલગ-અલગ 4 ફોટા લેવામાં આવ્યા છે અને ફોટોશોપમાં એડીટીંગ કરી આ પોસ્ટ બનાવવામાં આવી છે.

બાદમાં ગુજરાતના બીજેપીના હોદેદારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનું નિવેદન ક્યારેય પણ વડાપ્રધાન મોદીએ આપ્યું નથી, પ્રધાનમંત્રી તો સરદાર પટેલને અનુસરવા વાળા છે, તેઓ ક્યારેય પણ સરદાર પટેલનો અનાદર થાય તેવું વિચારી પણ ના શકે તો બોલવાની વાત તો દૂર રહી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીના વિરોધીઓ આ પ્રકારે ખોટી પોસ્ટ બનાવી ફરતી કરતા હોય છે..

પરિણામ
અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, પ્રધાન મંત્રી મોદીએ ક્યારેય પણ “मुझे सरदार पटेल से सख्त नफरत है, वोटोके लिए बनाया मूर्ति – मोदी” આ પ્રકારનું નિવેદન કર્યું નથી.
છબીઓ સૌજન્ય: ગૂગલ

Title:શું મોદીએ સરદાર ની પ્રતિમા મતો મેળવવા બનાવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
