આ વીડિયો ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતને લઈ પાકિસ્તાનમાં ઉજવણીનો નહીં પરંતુ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો છે.

ભારતે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં જીત મેળવી હતી. દરમિયાન સમગ્ર દેશમાં વસવાટ કરતા ભારતીય ખુશ થયા હતા. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવતા લોકોને જોઈ શકાય છે અને મોટી સ્ક્રિન પર ભારતની ટીમના ખેલાડીને આઉટ થતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારત-સાઉથ આફ્રિકાની ફાઈનલ મેચમાં ભારતની જીત જોઈને પાકિસ્તાનમાં પણ લોકો ઉજવણી કરી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 30 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારત-સાઉથ આફ્રિકાની ફાઈનલ મેચમાં ભારતની જીત જોઈને પાકિસ્તાનમાં પણ લોકો ઉજવણી કરી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોની અંદર એક ઈન્સટાગ્રામ પર Vikash_vala નામની આઈડી જોઈ હતી.

જે અંગે ઈન્સટાગ્રામ પર સર્ચ કરતા અમને આ જ વીડિયો તેમના એકાઉન્ટ પર 10 જૂન 2024ના પ્રાપ્ત થયો હતો. જેની સાથે જણાવવામાં આવ્યુ હતુ કે, કરાચીના આર્ટ કાઉન્સીલમાં લાઈવ મેચનું પ્રસારણ થયુ હતુ.

Archive

તારીખ 9 જૂનના સાંજે ભારત-પાકિસ્તાનનો મેચ હતો. જેમાં ભારતનો વિજય થયો હતો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, આ વીડિયો ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો છે.

ત્યારબાદ અમે વિકાસ વાળાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વીડિયો ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો છે. જ્યારે ઈન્ડિયા લો સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી ત્યારે લોકોએ ખુશી મનાવી હતી આ ત્યારનો વીડિયો છે. ભારત-આફ્રિકાના ફાઈનલ મેચ દરમિયાનનો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 9 જૂનના રમાયેલી ભારત પાકિસ્તાન મેચ દરમિયાનનો છે. ભારત-સાઉથ આફ્રિકાની ફાઈનલ મેચ દરમિયાનનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાનમાં પણ ભારતની જીતની ઉજવણી કરવામાં આવી...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False