તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલા બુલડોઝરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ભાજપની ભવ્ય જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2016 માં ચીનના સાંઘાઈ ખાતે એક ઔદ્યોગિક વેપાર મેળામાં એક ચીની બનાવટની કંપનીના બુલડોઝર દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હતા તેનો છે. આ વીડિયોને ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Shriram Bhai Joshi નામના ફેસબુક યુઝર દ્વારા 10 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઉત્તરપ્રદેશ ની ચૂંટણી મા ભાજપ ની ભવ્ય જીત… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ભાજપની ભવ્ય જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ઉત્તર પ્રદેશની ચૂંટણી દરમિયાન બુલડોઝર ઘણી વખત ચર્ચાનો વિષય બન્યું હતું. યોગી આદિત્યનાથની ચૂંટણી સભામાં બુલડોઝર જોવા મળ્યું હતું. જેના વિશે તેમણે ટ્વિટ પણ કર્યું હતું.

સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને તેને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને TCH નામની એક સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 14 જુલાઈ, 2017 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ચીનનો છે જ્યાં 17 ટનના બુલડોઝરને એખ ટેકનોલોજી શોમાં નાચતા જોઈ શકાય છે.

આજ વીડિયોને જાન્યુઆરી 2016 માં પણ એક ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવું લખ્યું હતું કે, ફોટોનલોવોલ વ્હીલ લોડર ડાંસિંગ

આજ વીડિયોને 2017માં અપલોડ કરતા એક ચાઈનીઝ યુટ્યુબ યુઝરે લખ્યું હતું કે, તે બૌમાના એક પ્રદર્શનમાં ડાન્સ લોડર લોવોલનો વીડિયો છે.

બૌમાના પ્રદર્શન વિશે સર્ચ કરતાં અમને જાણવા મળ્યું કે, બૌમા એ બાંધકામ મશીનરી, બિલ્ડિંગ મટિરિયલ મશીનો, માઈનિંગ મશીનો અને બાંધકામ વાહનો માટેનો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો છે.

આ બુલડોઝરનો વીડિયો બૌમા નેટવર્ક દ્વારા 2016માં પ્રમોશન તરીકે તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. બૌમા એ ચીન અને સમગ્ર એશિયામાં બાંધકામ ઉદ્યોગ માટે અગ્રણી વેપાર મેળો છે. આ મેળો 2016 માં શાંઘાઈ શહેરમાં શાંઘાઈ ન્યુ ઈન્ટરનેશનલ એક્સ્પો સેન્ટર ખાતે યોજાયો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2016 માં ચીનના સાંઘાઈ ખાતે એક ઔદ્યોગિક વેપાર મેળામાં એક ચીની બનાવટની કંપનીના બુલડોઝર દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હતા તેનો છે. આ વીડિયોને ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False