શું ખરેખર જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પવનચક્કીમાં આગ લાગી....? જાણો શું છે સત્ય...
Rathod Dinesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામ માં અચાનક પવનચક્કી સળગી ઊઠી...” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 58 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં પવનચક્કીમાં આગ લાગી.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયો હતો.
ઉપરોક્ત પરિણામો પરથી અમને MAA NEWS LIVE દ્વારા તારીખ 26 મે 2020ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આશીરાવાંઢમાં પવનચક્કીમાં આગ લાગી હતી.”
તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને દિવ્યભાસ્કર.કોમનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સુઝલોન કંપનીની આ પવનચક્કીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. તેમજ આ પવનચક્કીની બે પાંખો પણ જમીન પર પટકાઈ ગઈ હતી.”
સ્થાનિક ચેનલ કચ્છઉદય ન્યુઝ અને સાંજ સમાચાર દ્વારા પણ આ અંગેની માહિતી આપતા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામનો નહિં પરંતુ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાનો છે.
Title:શું ખરેખર જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પવનચક્કીમાં આગ લાગી....? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False