મક્કાનો જૂનો વીડિયો ઈરાનમાં કોરોનાને લીધે ઉભી થયેલી પરિસ્થિતિના નામે વાયરલ... જાણો શું છે સત્ય…
Kheraj Bhai નામના ફેસબુક યુઝર દ્વારા 29 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇરાન ની હાલત જુવો ... સુધરી જવુ.... અત્યંત જરૂરી... આદેશ નું પાલન કરીએ....!!. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈરાનમાં કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ પોસ્ટને 6 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 127 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોરોના વાયરસને કારણે ઈરાનમાં સર્જાયેલી પરિસ્થિતિનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને MakkaHHajj દ્વારા 17 ઓગષ્ટ, 2019 ના રોજ યુટ્યુબ પર મૂકવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સાઉદી અરબમાં હજ દરમિયાન 58 લોકોના મોત થયા હતા.
આજ માહિતી સાથેનો અન્ય એક વીડિયો પણ અમને પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો.
knowledge with entertainment with healthy society
હવે એ પણ જાણવું જરૂરી હતું કે, વિશ્વમાં કોરોનાનો પ્રથમ કેસ ક્યારે બન્યો હતો. તેથી અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં economictimes.indiatimes.com દ્વારા 20 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 1 ડિસેમ્બર, 2019 ના રોજ કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ સંપૂર્ણ માહિતી તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વિશ્વમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ બન્યો એ પહેલાંનો છે જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વિશ્વમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ બન્યો એ પહેલાંનો છે જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:મક્કાનો જૂનો વીડિયો ઈરાનમાં કોરોનાને લીધે ઉભી થયેલી પરિસ્થિતિના નામે વાયરલ... જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False