શું ખરેખર યુવાનની આત્મહત્યાનો આવ વિડિયો ગોંડલ ચોકડીનો છે…..? જાણો શું છે સત્ય…..

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Virendara Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2019ના શૈલેષબાપુ ની મોજ નામના પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘1150 KVA માં આત્મહત્યા! લાઈવ. ગોંડલ ચોકડી, રાજકોટ. આને ગંભીરતાથી લેવું જોઈએ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે યુવાને આત્મહત્યા કરી ત્યાનો વિડિયો છે.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમે અમને ચીનની thepaper.cn નામની વેબસાઈટ દ્વારા તારીખ 31 મે 2018ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં જણાવ્યું હતુ કે, આ વિડિયો 13 મે 2018નો અને સાઉથ અમેરિકાના કોલ્મબિયાના બરાનક્વીલા શહેરનો છે. જે આર્ટીકલ અને તેનું ભાષાંતર તમે નીચે જોઈ શકો છો. 

THEPAPER.CN | ARCHIVE

ત્યારબાદ અમને metro.co.uk નામની વેબસાઈટ પર અમને 16 મે 2018 પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં ઉપરોક્ત સંપૂર્ણ  ઘટનાનું વર્ણન કરવામાં આવ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 20 વર્ષનો એક બહેરો યુવાન આત્મહત્યાના વિચાર સાથે હાઈ વોલ્ટેજ ઈલેકટ્રીક ટાવર પર ચડયો હતો. બાદમાં આત્મહત્યાનો વિચાર પડતો મુકી તે નીચે ઉતરવા જતો હતો, ત્યારે તે હાઈવોલ્ટેજ ઈલેક્ટ્રિક તારને અડી જતા તેનુ ત્યારે જ મૃત્યુ થયુ હતુ. જે આર્ટીકલ તમે નીચે વાંચી શકો છો.

METRO NEWS | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિચો રાજકોટનો નહીં પરંતુ સાઉથ અમેરિકાના કોલ્મબિયાનો છે. જે દૂરઘટના મે 2018માં સર્જાઈ હતી.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિચો રાજકોટનો નહીં પરંતુ સાઉથ અમેરિકાના કોલ્મબિયાનો છે. જે દૂરઘટના મે 2018માં સર્જાઈ હતી.

Avatar

Title:શું ખરેખર યુવાનની આત્મહત્યાનો આવ વિડિયો ગોંડલ ચોકડીનો છે…..? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False