Rajkotians ROX ( Rangilu Rajkot ) નામના ફેસબુક પેજ દ્વારા 28 ઓગષ્ટ,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પોતાનાં સુંદર સુરિલા અવાજથી રેલ્વે સ્ટેશન પર ગીત ગાઇને ભીખ માંગનારી રાનૂ મંડલને બોલિવૂડમાં એન્ટ્રી મળી ગઇ. પહેલાં હિમેશ રેશમિયાએ તેને તેની અપકમિંગ ફિલ્મમાં ગીત ગાવાની તક આપી ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એવી ખબર પણ વાયરલ થઇ છે.સલમાન ખાને રાનૂને એક આલીશાન ઘર આપ્યું છે. આ ઘરનો ભાવ 55 લાખ રૂપિયા છે. એટલું જ નહીં સલમાને રાનૂને દબંગ 3માં ગાવાની તક પણ આપી છે.સલમાનની દરિયાદિલીથી સૌ કોઇ વાકેફ છે.આમ પણ રાનૂની મદદ કરવા માટેની પ્રેરણા હિમેશને સલિમ ખાન પાસેથી જ મળી હતી. હિમેશે આ વાતનો ખુલાસો ‘સુપર સ્ટાર સિંગર’નાં સેટ પર કર્યો હતો. સલમાને કહ્યું હતું કે, ‘સલમાન ભાઇનાં પિતાએ કહ્યું હતું કે, ક્યાંક કોઇ ટેલેન્ટ દેખાય તો તેને આગળ વધવાની તક જરૂર આપો.’ આ જ વાતને યાદ કરીને હિમેશે રાનૂને ગીત ગાવાની તક આપી હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાને રાનુ મંડલને 55 લાખનું આલિશાન ઘર ગિફ્ટમાં આપ્યું છે અને તેની આવનારી ફિલ્મ દબંગ 3 માં ગાવાની પણ તક આપી છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 129 લોકોએ લાઈક કરી હતી. 2 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.08.30-12_59_51.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર સલમાન ખાન દ્વારા રાનુ મંડલને 55 લાખનું આલિશાન ઘર ગિફ્ટમાં આપવામાં આવ્યું હોય અને તેને આગામી ફિલ્મ દબંગ 3 માં ગાવાની પણ તક આપવામાં આવી હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ Salman Khan gifted a house to Ranu Mandal સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.08.30-13_53_50.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ઘણા બધા મીડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પરંતુ અમને ક્યાંય પણ કોઈ ઠોસ માહિતી મળી ન હતી કે સલમાન ખાન દ્વારા રાનુ મંડલને 55 લાખનું આલિશાન ઘર ગિફ્ટ કરવામાં આવ્યું છે. તમામ મીડિયા માધ્યમો દ્વારા એવું જ લખવામાં આવ્યું છે કે, આ માહિતીની હજુ સુધી કોઈ અધિકારીક રીતે પુષ્ટી કરવામાં આવી નથી. આ તમામ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

indiatoday.intimesofindia.indiatimes.comnews18.com
ArchiveArchiveArchive

અમારી વધુ તપાસમાં અમને અમર ઉજાલા દ્વારા 27 ઓગષ્ટ, 2019 ના રોજ એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા જેમાં પણ આ જ માહિતી મૂકવામાં આવી હતી કે સલમાન ખાન દ્વારા રાનુ મંડલને 55 લાખનું એક આલિશાન ઘર ભેટ આપવામાં આવ્યું. પરંતુ તેમાં એ પણ લખેલું હતું કે, હજુ સુધી આ અંગે કોઈ અધિકારીક જાણકારી પ્રાપ્ત થઈ નથી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.amarujala.com-2019.08.30-14_13_06.png

Archive

અમારી વધુ તપાસમાં અમને ફ્રી પ્રેસ જર્નલ દ્વારા 29 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલી એખ માહિતી પ્રાપ્ત થઈ જેમાં સલમાન ખાનના નજદીકી સૂત્રો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, સલમાન ખાન દ્વારા રાનુ મંડલને કોઈ ઘર ભેટ આપવામાં નથી આવ્યું. જે તમે નીચે જોઈ શકો છો.

image1.png

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સલમાન ખાનના મીડિયા મેનેજર જોર્ડી સાથે 29 ઓગષ્ટ, 2019 ના રોજ સંપર્ક કર્યો હતો. તો તેમણે અમને જણાવ્યું હતું કે, “આ એક ખોટી માહિતી છે. સલમાન ખાને રાનુ મંડલને ઘર ગિફ્ટ નથી કર્યું.

આમ અમારા તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, સલમાન ખાન દ્વારા રાનુ મંડલને 55 લાખનું કોઈ જ ઘર ગિફ્ટમાં આપવામાં નથી આવ્યું.

ફેક્ટ ક્રેસેન્ડોની હિન્દી ટીમ દ્વારા પણ આ માહિતીની સત્યતા ચકાસવામાં આવી હતી. જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, સલમાન ખાન દ્વારા રાનુ મંડલને 55 લાખ રૂપિયાનું આલિશાન ઘર ગિફ્ટમાં આપ્યાની વાત તદ્દન ખોટી છે.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર સલમાન ખાને રાનુ મંડલને 55 લાખનું આલીશાન ઘર ગિફ્ટ આપ્યું...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False