શું ખરેખર રવિ કિશને મુખ્યમંત્રી યોગીને કહ્યુ કે, ગોરખપુરમાં પ્રચાર કરશો તો અપમાન થશે…? જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ છે. દરમિયાન, 4 ફેબ્રુઆરીએ યોગી આદિત્યનાથે ગોરખપુર બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. તે દિવસનો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશનને એવું કહેતા સાંભળવા મળે છે કે “અમે મહારાજજી ને કહ્યું હતું કે ખાલી ફોર્મ ભરીને ચાલ્યા જાઓ, અહીં પ્રચાર કરશો તો મોટુ અપમાન થશે.“ આ વિડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રવિ કિશને આવુ એટલા માટે કહ્યું કારણ કે યોગી આદિત્યનાથ કોઈપણ રીતે ગોરખપુરથી હારવાના છે, તેથી જો તેઓ પ્રચાર કરશે તો તેમનુ અપમાન થશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, રવિ કિશન વાસ્તવમાં કહી રહ્યા છે કે યોગી આદિત્યનાથે ગોરખપુરમાં પ્રચાર કરવાની જરૂર નથી કારણ કે તેઓ પ્રચાર કર્યા વિના પણ લાખો મતોથી જીતશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રવિ કિશને આવુ એટલા માટે કહ્યું કારણ કે યોગી આદિત્યનાથ કોઈપણ રીતે ગોરખપુરથી હારવાના છે, તેથી જો તેઓ પ્રચાર કરશે તો તેમનુ અપમાન થશે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

સૌપ્રથમ અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અમને 4 ફેબ્રુઆરીના રોજ ન્યૂઝ24ના ટ્વિટર હેન્ડલ પર પ્રસારિત ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. તેની સાથે આપેલી માહિતીમાં લખ્યું છે કે, આમાં આપણે સાંભળી શકીએ છીએ કે, “રવિ કિશન કહે છે કે “અમે મહારાજ જીને કહ્યું હતું કે ફોર્મ ભર્યા પછી જ ચાલ્યા જાઓ, અહીં પ્રચાર ન કરવો એ મોટી શરમ હશે, તમને જીતાડવાનું કામ. લાખો મતો સાથે, આટલા બધા 24 ના તમામ દર્શકોને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં આટલી મોટી જીત મહારાજજીની થવા જઈ રહી નથી.

Archive

તમે નીચે આપેલા તુલનાત્મક વિડિયોમાં વાયરલ વિડિયો અને મૂળ વિડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ફેક્ટ ક્રેસેન્ડોએ સાંસદ રવિ કિશનના અંગત સચિવ ગુડ્ડુ પાંડેનો સંપર્ક કર્યો અને વિડિયો વિશે વાત કરી. તેમણે અમને કહ્યું કે, “રવિ કિશન આ વિડિયોમાં જે બોલી રહ્યા છે તેનો અર્થ એ છે કે યોગી આદિત્યનાથ જીની એટલી લોકપ્રિયતા છે કે જો તેઓ ગોરખપુરમાં પ્રચાર નહીં કરે તો પણ તેઓ લાખો મતોથી જીતશે. રવિ કિશન યોગીજીને કહી રહ્યા હતા કે જો તમે એટલા લોકપ્રિય છો કે તમે નામ નોંધાવ્યા પછી જશો તો પણ અહીંના લોકો તમને લાખો મતોથી જીતાડશે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રવિ કિશન વાસ્તવમાં કહી રહ્યા છે કે યોગી આદિત્યનાથે ગોરખપુરમાં પ્રચાર કરવાની જરૂર નથી કારણ કે તેઓ પ્રચાર કર્યા વિના પણ લાખો મતોથી જીતશે.

Avatar

Title:શું ખરેખર રવિ કિશને મુખ્યમંત્રી યોગીને કહ્યુ કે, ગોરખપુરમાં પ્રચાર કરશો તો અપમાન થશે…?

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context